AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રવિ પાક વિસ્તાર 163 લાખ હેક્ટર સુધી
કૃષિ વાર્તાએગ્રોવન
રવિ પાક વિસ્તાર 163 લાખ હેક્ટર સુધી
દેશના વિવિધ ભાગોમાં રવિ પાકની વાવણી ઝડપથી વધી રહી છે. શુક્રવાર (તા .10) સુધી દેશમાં 163.25 લાખ હેક્ટર પર રવિ પાકની વાવણી કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ પાક વિસ્તાર આ વર્ષે 18 ટકા વધુ છે, તેવું કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે.
દેશના વિવિધ ભાગોમાં વળતું ચોમાસું સારું રહ્યું હતું. તેનો રવિ પાકોને ફાયદો થયો છે. જમીનમાં ભીનાશ હોવાને લીધે આગલા કેટલાક દિવસોમાં રવિ વાવણી વિસ્તાર વધવાની શક્યતાઓ છે. ઘઉંનો વાવણી વિસ્તાર 27.39 લાખ હેક્ટેર સુધી પહોંચી ગયું છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન 25.72 લાખ હેક્ટેરમાં ઘઉંની વાવણી થઇ હતી. મધ્યપ્રદેશમાં વધુ વિસ્તારમાં ઘઉંની વાવણી થઇ છે. ધાન્યની વાવણી પણ ગયા વર્ષની સરખામણીમાં વધુ છે. સંદર્ભ-એગ્રોવન 14 નવેમ્બર 17
7
0