AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રવિ પાક માટે નહીં થાય પાણીની અછત
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
રવિ પાક માટે નહીં થાય પાણીની અછત
👉ગુજરાતમાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવી જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી ને રવિપાક માં પાણી નો ઉપયોગ કરી શકાય છે. રાજ્યના પાણીની અછતવાળા દસ જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવાનું નક્કી કરાયું છે. આ યોજના અંતર્ગત હાલમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ સહિત કુલ 10 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 👉આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ વેબસાઇટ g-talavadi.gujarat.gov.in પર તારીખ 5/6/2023થી 26/6/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.પછીઅરજી ની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ આવેલ અરજીઓની સંખ્યાની મર્યાદા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફિલ્ડ વિઝિટ કર્યા પછી યોગ્ય લાભાર્થી ને પસંદ કરવામાં આવશે. 👉આ ખેડૂતોને SMSથી ડ્રો અંગેની જાણ પણ કરાશે તેમજ વેબસાઇટ પર પણ તેઓ આ અંગેની માહિતી મળતી રેહશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઉપર ની સાઇઝ 40x40 મીટર અને મહત્તમ 6 મીટર ઉંડાઇ (1.5:1નો ઢાળ) જરૂરી છે. તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચે મહત્તમ 2,460 ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આ અરજી કરવા માટે ખેડૂતનું નામ,પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
9
1