સલાહકાર લેખન્યૂઝ 18 ગુજરાતી
રતન ટાટાના બિઝનેસ મંત્ર ! કમાણી થશે ને લોકો માન પણ આપશે !
👉 વર્તમાન સમયે દરેક વ્યક્તિ પૈસા કમાવા ઈચ્છે છે. જીવનમાં સફળ બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ સફળતા મેળવવાના રસ્તે ચાલવા માટે ખૂબ ઓછા લોકો તૈયાર થાય છે. જો તમે પણ વ્યાપાર શરૂ કરવા ઇચ્છતા હોવ અથવા પહેલાથી જ વ્યાપાર કરો છો, પણ સફળતાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ઉદ્યોગપતિ રતન ટાટાની વાતો મદદગાર સાબિત થઈ શકે છે. ઇનોવેશન પર ભાર 👉 રતન ટાટાનું માનવું છે કે, નવા પ્રયોગ કરનાર સ્ટાર્ટઅપનું ભવિષ્ય ખૂબ શાનદાર હોય છે. જેથી ઇનોવેશન કરતું રહેવું જોઈએ. ટાટા સ્ટાર્ટઅપ માટે ઇનોવેશન પર વધુ જોર આપે છે. વેલ્યુ પર ફોકસ 👉 ટાટા ગ્રુપની વેલ્યુ ખૂબ હાઈ છે. આવી સ્થિતિમાં સ્ટાર્ટઅપમાં વેલ્યુ ફેક્ટરને મહત્વ અપવામાં આવે તેવી ટાટાને આશા છે. રાતોરાત ગાયબ થઈ જવા જેવી ઘટનાની તેઓ વિરોધમાં છે. પ્રમોટર્સનું સકારાત્મક વલણ 👉 રતન ટાટાના જણાવ્યા મુજબ, સ્ટાર્ટઅપના પ્રમોટરોનું વલણ કેવું છે? તેઓ કયા વિચાર સાથે આવે છે? અને તેના ઉકેલો વિશેના વિચારના આધારે તેઓ કામ કરે છે. ટાટાના કહેવા પ્રમાણે, તેઓ નવી કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને નવા વિચારો સાથેના સ્ટાર્ટઅપમાં. રાઈટ ટાઈમ જેવું કંઈ નથી 👉 એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે જવા સ્ટાર્ટઅપ માટે યોગ્ય સમય જેવું કંઈ નથી. ક્યારે વૈશ્વિક વ્યાપ કરવો તેની જવાબદારી સ્ટાર્ટઅપના સ્થાપકની હોય છે. આ સાથે પ્રમોટરો કેટલા પરિપક્વ છે, તેઓ તેમની નવી કંપની વિશે કેટલા ગંભીર છે તે પણ રતન ટાટા જુએ છે. કામને પ્રાધાન્ય આપો 👉 દેશના ઘણા ઔદ્યોગિક પરિવાર ઉદ્યોગ સાથે રાજકારણમાં પણ રસ લેવા લાગે છે. પરંતુ ટાટા ગ્રુપ અને ખાસ કરીને રતન ટાટા આવી પ્રવૃત્તિથી બચતા આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં કામને સર્વેસર્વા માન્યું છે. બીજાને સન્માન આપો 👉 રતન ટાટાને વ્યક્તિગત રીતે જાણનાર લોકોનું કહેવું છે કે, તેઓ શાંત અને સૌમ્ય રહે છે. તેઓ કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો