AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રજકા માં લીલી ઇયળ
પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રજકા માં લીલી ઇયળ
➡ ઉનાળામાં રજકો એક ઘાસચારાના એક પાકમાં આ ઇયળનો ઉપદ્રવ આવી શકે છે. ➡ મોટેભાગે તુવેરના પાક નજીક જો રજકો કરેલ હોય તો ત્યાંથી આ જીવાત રજકામાં આવીને નુકસાન કરી શકે છે. ➡ રજકો એક પશુઓના નિરણ માટે કરાતો હોવાથી ક્યારેય પણ રાસાયણિક દવાનો ઉપયોગ કરવો નહિ. ➡ આ જીવાતનો પ્રશ્ન કાયમ રહેતો હોય તો રજકાના ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ અવશ્ય ગોઠવી દેવું. ➡ સાથે સાથે વિઘે 4 થી 5 આ ઇયળના મળતા ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા. ➡ ઉપદ્રવ આપને આર્થિક રીતે નુકસાન થશે તેવું લાગે તો લીમડા આધારિત મળતી તૈયાર દવા 10 મિલિ (એઝાડીરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી) પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. ➡ જે ખેડૂતો રજકાનું વાવેતર બીજ ઉત્પાદન લેવા માટે કરેલ હોય તેઓ કોઇ પણ ભલામણ કરેલ રાસાયણિક દવાઓનો છંટકાવ કરી શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
5
2
અન્ય લેખો