AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રજકા માં લીલી ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રજકા માં લીલી ઇયળ !
👉 ખેડૂતો પશુ માટે રજકો કરતા હોય છે. આમાં પણ લીલી ઇયળનો ઉપદ્રવ આવતો હોય છે. 👉 ઘાસ-ચારા માટે આ રજકામાં રાસાયણિક દવાઓનો છંટકાવ એક જોખમ છે. 👉 જો આ પાકમાં એક ચોરસ મીટરે બે ઇયળ જોવા મળે તો જ તે આર્થિક રીતે નુકસાન કરતી હોય છે. 👉 જો ઇયળ આ ક્ષમ્ય માત્રાએ પહોંચે તો આ લીલી ઇયળનું મળતું એન.પી.વી. ૨૫૦ એલ.ઇ. પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો કે પછી લીમડા આધારિત દવાઓ ૧૫ મિલિ (૧૫૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરવો. 👉 અથવા તો લીમડાના પાનમાંથી બનાવેલ ૧૦ ટકા નું દ્રાવણ (એક કિ.ગ્રા. લીમડાના પાન પ્રતિ ૧૦ લી. પાણી) નો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
13
3
અન્ય લેખો