AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રક્ષણાત્મક ખેતીમાં શેડ હાઉસનું મહત્વ:
સલાહકાર લેખhttps://readandlearn1111.blogspot.com/2017/06/blog-post_16.html
રક્ષણાત્મક ખેતીમાં શેડ હાઉસનું મહત્વ:
શેડ હાઉસ એ જાળો અથવા અન્ય વણાયેલી સામગ્રીથી બનેલી એક રચના છે જેમાં ખુલી જગ્યાએથી જરૂરી સૂર્યપ્રકાશ, ભેજ અને હવા પ્રવેશ કરે છે. આ છોડના વિકાસ માટે આદર્શ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. તેને 'શેડ નેટ કે નેટ હાઉસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
શેડ હાઉસ બનાવવાની રીત: આ ડિઝાઇનમાં લોખંડની ઇંગલ (35 મીમી x 35 મીમી x 6 મીમી) અને વાંસનો ઉપયોગ માળખાકીય ફ્રેમ માટે થાય છે. લોખંડની ઇંગલનો ઉપયોગ વાંસને પકડવા માટે અને તેના ઉપરના તળિયે 'યુ' ક્લિપ સાથેના આધાર સ્તંભ તરીકે થાય છે. વાંસ નો ઉપયોગ કડી તેમજ છજું ની સંરચના બંને માટે થાય છે.શેડ હાઉસ સમતલ હોય ત્યાં સ્થાપિત કરવું જોઈએ. આધાર સ્થંભ માટે ખાડો ખોદવામાં આવે છે, ખાડા માં એક ભાગ રેતીથી ભરવામાં આવે છે અને સારી રીતે ખોડવામાં આવે છે. ત્યારબાદ આધાર સ્તંભોને ત્રણ સમાંતર હરોળમાં શેડની સમાન અંતર સુનિશ્ચિત કરીને, સિમેન્ટ કોંક્રિટથી પુરી દેવામાં આવે છે. યોગ્ય પ્રક્રિયા પછી, ફિટિંગના માપવાળા વાંસનો ઉપયોગ છતની ગોળાકાર બંધારણ તરીકે થાય છે અને યોગ્ય રીતે બાંધવામાં આવે છે. પહેલાથી જ તૈયાર મુખ્ય ફ્રેમ અને દરવાજા ફ્રેમને નટ-બોલ્ટનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને સજ્જડ કરવામાં આવે છે. ત્યારબાદ, એગ્રો શેડનેટ ના છત તેમજ બાજુની ફ્રેમને ફિટ કરી દેવાય છે. અંદરની ફ્રેમ અને દરવાજાને પણ શેડ નેટથી ઢાંકી લેવામાં આવે છે. અંતમાં મધ્યની ભોંયતળિયું અને બાઉન્ટ્રી ને ઈંટના સાંધાથી બનાવવામાં આવે છે. શેડ હાઉસનું મહત્વ: 1. તે ફૂલો, વેલાવાળા, ઔષધીય, શાકભાજી અને મસાલાની ખેતીમાં મદદ કરે છે.. 2. તેનો ઉપયોગ ફળો અને શાકભાજી વગેરેની નર્સરીમાં બનાવવામાં થાય છે. 3. વિવિધ કૃષિ પેદાશોની ગુણવત્તાપૂર્ણ સૂકવવામાં મદદરૂપ થાય છે. 4. તે રોગ જીવાત સામે સુરક્ષા પ્રદાન કરે છે. 5. તે વાવાઝોડા, વરસાદ, કરા, અને વરસાદ જેવા હવામાનના કુદરતી પ્રકોપ સામે રક્ષણ પૂરું પાડે છે. 6. છોડની વિકસિત શાખાઓને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા માટે શેડ નેટ ઉપયોગી છે.. 7. તેનો ઉપયોગ ટીશ્યુ કલ્ચર પ્લાન્ટ્સના મજબૂતીકરણ માટે થાય છે. સંદર્ભ : https://readandlearn1111.blogspot.com/2017/06/blog-post_16.html જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
136
1