AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રંગોના આધારે દવાઓ ઓળખો !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
રંગોના આધારે દવાઓ ઓળખો !
💢ખેડૂતો તેમના પાકને જીવાતોથી બચાવવા માટે વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. પાકના સારા ઉત્પાદન માટે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા ખેડૂત ભાઈઓ મોટાભાગે વધારે પ્રકારના કેમિકલનો ઉપયોગ કરે છે, જેના કારણે પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. 💢જો આપણે જંતુનાશકો વિશે વાત કરીએ તો તેના પેકેટની પાછળ અલગ અલગ રંગો પ્રિન્ટ કરવામાં આવે છે. આ રંગો જંતુનાશકની તીવ્રતા વિશે જણાવે છે. તે મુખ્યત્વે લાલ, પીળો, લીલો અને વાદળી રંગનો હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે આ વિવિધ રંગોની શું અસર થાય છે. 💢 લાલ રંગ ઝેરની ગતિને માપતા સ્કેલ પર લાલ રંગ સૌથી તેજ માનવામાં આવે છે. જો કોઈપણ જંતુનાશક પેકેટની પાછળ લાલ રંગ હોય તો તે સૌથી વધુ તેજ જંતુનાશક રસાયણની શ્રેણીમાં આવે છે. 💢પીળો રંગ આ પીળો રંગ ઝેરની તીવ્રતાને માપતા સ્કેલ પર બીજા સ્તરનો ભય દર્શાવે છે. તેના ઉપયોગની માત્રા તેના પેકેટ પર સ્પષ્ટપણે ઉલ્લેખિત હોય છે. 💢 વાદળી રંગ જંતુનાશક પેકેટ ની પાછળ જેનો રંગ વાદળી છે, તે મધ્યમ તીવ્રતા દર્શાવતો રંગ છે. આ રંગની જંતુનાશકની કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે, તે પેકેટ પર લખેલી માહિતી વાંચીને જાણી શકશો. 💢લીલો રંગ જે દવા ની પાછળ લીલો રંગ એ સૌથી ઓછું સક્રિય જંતુનાશક રસાયણ છે. તે ઓછુ તેજ હોય છે. 💢જંતુનાશકોનો દવા પાકને જરૂરી છે. આનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. આ મનુષ્યો, પ્રાણીઓ અને પાક માટે ઘાતક બની શકે છે. આવી સ્થિતિમાં, તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
29
0