AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના ! 1 કરોડ નવા લોકોને ફ્રી માં રસોઈ ગેસનું મળશે કનેક્શન ! જાણો કેવી રીતે...
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
યોજના ! 1 કરોડ નવા લોકોને ફ્રી માં રસોઈ ગેસનું મળશે કનેક્શન ! જાણો કેવી રીતે...
👉 કેન્દ્ર સરકારની યોજના છે કે આવનારા 2 વર્ષમાં એક કરોડથી વધારે જરૂરિયાત મંદ લોકોને ફ્રીમાં LPG Gas કનેક્શન આપવામાં આવે. 👉 નાણામંત્રી સીતારમણે આ વર્ષના બજેટમાં ઉજ્જવલા યોજનાના આધારે આ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. ➡️ LPG ગેસ કનેક્શન લેવા માટે સરકાર આપે છે 1600 રૂપિયા 👉 ગરીબી રેખાની નીચે જીવન જીવનારા લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આધારે ફ્રીમાં રસોઈ ગેસનું કનેક્શન અપાય છે. આ યોજનાનો લાભ મહિલાઓ લે છે. સરકાર ઉજ્જવલા યોજનાના આધારે ગરીબી રેખાની નીચે જીવન જીવનારા પરિવારને 1600 રૂપિયા આર્થિક મદદ પણ આપે છે. 👉 મહિલાઓના ઘરમાં 8 કરોડ ફ્રી એલપીજી કનેક્શન અપાયા છે. દેશમાં LPG Gas કનેક્શન ધારકોની સંખ્યા 29 કરોડ થઈ છે. ➡️ આ રીતે મેળવો યોજનાનો ફાયદો 👉 ઉજ્જવલા યોજનાના આધારે ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા અરજી કરી શકે છે. તેને માટે કેવાયસી ફોર્મ ભરીને નજીકના એલપીજી સેન્ટરમાં જમા કરાવવાનું કરહે છે. આ સાથે જણાવવાનું રહે છે તે તમારે 5 કિલો કે 14.2 કિલોનો કયો સિલિન્ડર જોઈએ છે. તમે આ ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને સેન્ટર પર જમા કરાવી શકો છો. ➡️ જરૂર ડોક્યુમેન્ટ્સ 👉 આ કાર્ડનો લાભ લેવા માટે બીપીએલ કાર્ડ 👉 રાશન કાર્ડ 👉 આધાર કાર્ડ 👉 વોટર આઈડી કાર્ડ 👉 પાસપોર્ટ સાઈઝ ફોટો 👉 બેંક સ્ટેટમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
36
11
અન્ય લેખો