AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજનામાં થયો ધરખમ ફેરફાર, જાણો નહીં નહિતર થઇ શકે છે પસ્તાવો !
કૃષિ વાર્તાGSTV
યોજનામાં થયો ધરખમ ફેરફાર, જાણો નહીં નહિતર થઇ શકે છે પસ્તાવો !
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તેમાં 2000 રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં તેના 8 હપ્તા આવી ચુક્યા છે અને હવે ખેડૂતોને 9મો હપ્તો મળવા જઈ રહ્યો છે. આ યોજનાને લઈને મોટા ભાગે સવાલ પૂછાય છે કે, શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે છે. આવો જાણીએ શું છે તેનો નિયમ. કોને મળશે લાભ? બંને પતિ-પત્ની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ આ કરે છે, તો સરકાર તેને નકલી ગણાવીને તેની પાસેથી રિકવરી કરશે. આ સિવાય આવી ઘણી જોગવાઈઓ છે, જે ખેડૂતોને અયોગ્ય બનાવે છે. જો ખેડૂત પરિવારમાં કોઈ કર ચૂકવે છે, તો આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે કે જો જીવનસાથીમાંથી કોઈએ ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય, તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે. જો કોઈ ખેડૂત તેની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્ય માટે નથી કરી રહ્યો, પરંતુ અન્ય કામ કરી રહ્યો છે અથવા બીજાના ખેતરોમાં ખેતીકામ કરે છે, અને તે ખેતર તેમનું નથી. આવા ખેડુતો પણ આ યોજનાનો લાભ લેવા હકદાર નથી. જો ખેડૂત ખેતી કરે છે, પરંતુ ખેતર તેના નામે નથી, પરંતુ તેના પિતા અથવા દાદાના નામે છે, તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
2
અન્ય લેખો