AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુવાનની મહેનત ! ખેતીમાં કેરિયર બનાવી, પહેલા વર્ષમાં જ સ્માર્ટ ખેતી થી એક કરોડનું ટર્નઓવર !
સફળતાની વાર્તાદિવ્ય ભાસ્કર
યુવાનની મહેનત ! ખેતીમાં કેરિયર બનાવી, પહેલા વર્ષમાં જ સ્માર્ટ ખેતી થી એક કરોડનું ટર્નઓવર !
👉 21 વર્ષના શિવમે એન્જિનિયરિંગનો આભ્યાસ કર્યો છે, જોકે તેઓ શરૂઆતથી જ ખેતી તરફ વલણ ધરાવતા હતા. જેથી અભ્યાસ બાદ તેમણે નોકરી માટે ક્યાંય અરજી કરી ન હતી. પિતા ખેતી કરતા હતા તો શિવમ પણ એન્જીનિયરિંગ બાદ તેમને કામમાં મદદ કરવા લાગ્યા. 👉 શિવમ ટિસ્યૂ કલ્ચર ટેક્નિકની મદદથી 30 એકર જમીન પર કુફરી ફ્રાયોમ વરાઇટીના બટાકા તૈયાર કરે છે. આ બટાકા ચાર ઈંચ લાંબા હોય છે. તેનો ઉપયોગ મોટા પાયે ચિપ્સ તૈયાર કરવા માટે થાય છે. ગયા વર્ષે તેમનું ટર્નઓવર એક કરોડ રૂપિયા રહ્યું છે. તાજેતરમાં જ તેમણે કૃષિ સંશોધન કેન્દ્ર શિમલા સાથે પણ એક કરાર કર્યો છે. તે હેઠળ તેઓ 1000 વીધા જમીન માટે બિયારણ તૈયાર કરશે. ત્યારબાદ આ બિયારણ દેશભરમાં ખેડૂતોને મોકલવામાં આવશે. 👉 તે કહે છે કે પપ્પા અગાઉ પણ બટાકાની ખેતી કરતા હતા, પણ સામાન્ય પદ્ધતિથી. તે સમયે વધારે ઊપજ થતી ન હતી. ત્યારબાદ પપ્પા મેરઠના બટાકા સંશોધન કેન્દ્ર ગયા. અહીં તેઓ ટિસ્યૂ કલ્ચર વિધિથી ખેતી કરવા અંગે જાણકારી મેળવી. ત્યારબાદ વર્ષ 2018માં અમે નિષ્ણાતોને બોલાવ્યા અને ટિસ્યૂ કલ્ચરની ખેતી અંગે લેબ તૈયાર કરાવી. 👉 શિવમ હજુ પણ ગામમાં આવતા તો ખેતર પર ચોક્કસપણે જતો હતો. તે લેબ તૈયાર કરી રહેલા નિષ્ણાતોને મળ્યો હતો અને તેમના કામને સમજવાનો પ્રયત્ન કરતો હતો. વર્ષ 2019માં અભ્યાસ પૂરો કર્યાં બાદ ગામ પરત આવ્યો અને પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો. 👉 શિવમ સાથે અત્યારે 15 થી 20 લોકો નિયમિતપણે કામ કરે છે. જ્યારે સીઝનમાં 50 લોકો નિયમિત રીતે જોડાયેલા છે. જ્યારે સીઝનમાં 50 લોકો સુધી તેમના ખેતરોમાં કામ કરે છે. આ ખાસ વેરાયટી માટે તેમને લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. તેઓ UP સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ બીજનો સપ્લાઈ કરે છે. 👉 ટિસ્યૂ કલ્ચરની વિધિથી ખેતી કેવી રીતે થાય છે? આ ટેકનિકમાં પ્લાન્ટ્સના ટિસ્યૂને કાઢવામાં આવે છે. ત્યાર બાદ તેને લેબમાં પ્લાન્ટ્સ હોર્મોનની મદદથી ગ્રો કરવામાં આવે છે. તેમા ખૂબ જ ઓછા સમયમાં એક ટિસ્યૂથી અનેક પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. શિવમ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CPRI)શિમલાથી કલ્ચર ટ્યૂબ લાવી પોતાની લેબમાં છોડ તૈયાર કરે છે. એક કલ્ચર ટ્યૂબ પાંચ હજાર રૂપિયાની આવે છે અને તેનાથી 20થી 30 હજાર છોડ તૈયાર કરવામાં આવે છે. આ છોડથી આશરે અઢી લાખ બટાકા (બીજ) તૈયાર કરવામાં આવે છે.શિવમ ફેબ્રુઆરીમાં શિમલાથી બટાકાના ટ્યુબર લાવે છે અને ઓક્ટોબર સુધી તેને લેબમાં રાખે છે. ત્યારબાદ જે પ્લાન્ટ્સ તૈયાર થાય છે તેને કેતરમાં લગાવવામાં આવે છે. આશરે 2થી અઢી મહિના બાદ તેમાંથી બીજ તૈયાર થઈ જાય છે. જેથી તેઓ મશીનથી કાઢે છે. 👉 ટિસ્યૂ કલ્ચર ખેતીના ફાયદા 👉 તેની મદદથી ઓછા સમયમાં વધારે બિયારણ તૈયાર કરી શકાય છે. 👉 આ બિયારણ રોગમુક્ત હોય છે. માટે વાવેતર કર્યાં બાદ તેમા રોગ લાગવાની આશંકા નહીંવત રહે છે. 👉 આ રીતે બિયારણથી બટાકાનું ઉત્પાદન વધારે થાય છે અને ક્વોલિટી પણ સારી રહે છે. 👉 આ વિધિથી કોઈ પણ વેરાયટીના બટાકા લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે. 👉 તેનાથી વર્ષો સુધી ખેતી કરી શકાય છે, કારણ કે બિયારણની ઉપલબ્ધતા હંમેશા રહે છે. ટિસ્યૂ કલ્ચર વિધિથી કયા-કયા પ્લાન્ટ્સની ખેતી થાય છે? 👉 અત્યારે દેશમાં આ વિધિ એટલી વધારે લોકપ્રિય નથી. તેને લગાવવાનો ખર્ચ પણ લાખોમાં આવે છે. તેમ છતાં અનેક ખેડૂત આ વિધિથી ખેતી કરી રહ્યા છે. નર્સરીમાં લાગતા ફૂલ, સજાવટના ફૂલ, કેળા, મેડિસિનલ પ્લાન્ટ્સ, બટાકા, બિટ્સ, કેરી, જામફળ સહિત અનેક શાકભાજી અને ફળોના બીજ આ વિધિથી તૈયાર કરી શકાય છે. 👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો. 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
5
અન્ય લેખો