AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુરોપમાં ભારતીય દ્રાક્ષની નિકાસ 31% વધી
કૃષિ વાર્તાસકાલ
યુરોપમાં ભારતીય દ્રાક્ષની નિકાસ 31% વધી
પુણે: ભારતીય દ્રાક્ષ યુરોપના લોકોને ખૂબ 'મીઠી' લાગી રહી છે. નિકાસ સિઝન 2018-19 માં ભારતથી યુરોપમાં નિકાસ 31 ટકા વધી છે,તેવી જ રીતે રશિયા, ચીન અને અન્ય દેશોના નિકાસમાં પણ આશરે 25 થી 30 ટકાનો વધારો થવાની શક્યતા છે.
કૃષિ અને પ્રોસેસ ફૂડ ડેવલપમેન્ટ એજન્સી (એપીડા) અનુસાર, ભારતનું દ્રાક્ષ નિકાસ 2018-19માં 1,21,469 ટન થયું છે.જયારે 2017-18 માં તે 92,286 ટન હતું. ભારત થી યુરોપમાં થયેલ નિકાસમાં નેધરલેન્ડ, યુકે અને જર્મનીનો હિસ્સો 90 ટકા રહ્યો હતો. 2017-18 માં ભારતે યુરોપમાં 1,900 કરોડ રૂપિયાની દ્રાક્ષ નિકાસ કરી હતી. ઑક્ટોબરથી મે સુધી ચાલનારા પાકની સિઝનમાં ભારત માર્ચથી મે મહિનામાં યુરોપમાં દ્રાક્ષના બજારમાં 70 ટકા હિસ્સેદારી કરી લીધી છે.નિકાસકર્તા હવે સારી ગુણવત્તાવાળા રંગીન દ્રાક્ષના પ્રકારો પર ધ્યાન આપી રહ્યા છે, જેમની આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ માંગ છે. સંદર્ભ: સકાળ ૧૩ મે,૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
34
0