AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મોલો મસીનું જીવન ચક્ર
આર્થિક મહત્વ: - મોલો મસીના બચ્ચા અને પુખ્ત છોડના કોમળ પાંદડા, ફૂલો અને નવી શીંગોમાં રસ ચૂસીને નુકશાન પહોંચાડે છે. આ જીવાતનો પ્રકોપ નવેમ્બર -ડિસેમ્બર થી લઈને માર્ચ સુધી રહે છે. આ જીવાત દ્વારા 50 % સુધી નુકશાન થાય છે.
જીવન ચક્ર: - બચ્ચાં અવસ્થા : શરૂઆતમાં આ જીવાત નવેમ્બર મહિનામાં દેખાય છે. તેમાં માંદા જીવાતઓની સંખ્યા વધુ હોય છે. માંદા જીવાત સીધા જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચા 3-6 દિવસમાં પુખ્ત વયના બને છે. પુખ્ત અવસ્થા : પુખ્ત જીવાત પાંખવાળા અને પાંખ વગરના હોય છે. તેમનો રંગ લીલો અને આછા ભૂખરા છે. નિયંત્રણ: - જ્યારે વધુ માત્રામાં હોય ત્યારે ઓક્સિડેમેટન - મિથાઇલ 25% ઇસી @ 1000 મિલી 500-1000 લિટર પાણી થાયોમેથોકઝામ 25% ડબલ્યુજી @ 50-100 ગ્રામ 500-1000 લિટર પાણી, એસીટામિપ્રિડ 1.1% + સાયપરમેથ્રિન 5.5% ઇસી @ 175-200 મિલી 500 લિટર પાણીમાં ભેળવીને પ્રતિ હેક્ટર છંટકાવ કરવો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
243
0