યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
મોબાઈલ લેવા માટે સરકાર આપશે સહાય
📱ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે ખેડૂતો, સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે.
📱યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના હેઠળ ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરવાથી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. રૂપિયા 15000 સુધીના સ્માર્ટ ફોનની ખરીદી પર સરકાર દ્વારા ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ ખેડૂત, તેના જીવનમાં માત્ર એક જ વાર લઈ શકશે.
📱યોજના માટે કોણ પાત્ર છે
આ યોજનાનો લાભ ગુજરાતમાં જમીન ધારણ કરનાર તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદાર એક કરતા વધુ ખાતા ધરાવતો હોય તો પણ એક જ વાર લાભ મળશે. સંયુક્ત ખાતા ધરાવનારાઓને જમીનની 8-અ માં દર્શાવેલા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળશે.
📱અરજી કેવી રીતે કરશો
આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર સ્માર્ટ ફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
📱અરજી ચકાસવા અને પાત્રતા નક્કી કરવાની પધ્ધતિ
અરજદાર ખેડૂત તરફથી i khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત ખેતી વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરીને અરજીની યોગ્યતા અયોગ્યતા નક્કી કરશે. અને i khedut પોર્ટલ પર અરજીની પાત્રતા બિનપાત્રતા સ્ટેટસ અપડેટ કરશે.
📱અરજીની મંજૂરી અને સહાય ચૂકવણીની પધ્ધતિ
પસંદ થયેલ લાભાર્થી ખેડૂતોએ પૂર્વ મંજૂરીના આદેશના તારીખથી 30 દિવસની અંદર સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે. નિયત સમય મર્યાદામાં સ્માર્ટ ફોન ખરીદ્યા બાદ, અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટ આઉટ સાથે જરુરી પુરાવાઓ ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે.
📱અરજી સાથે રજૂ કરવાના જરુરી પુરાવાઓ
અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર
8-અ ની નકલ
બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક
જો લાગુ પડતુ હોય તો દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર
આધારકાર્ડની નકલ
સ્માર્ટ ફોનની ખરીદી કરી હોવા અંગેનું GST નંબર ધરાવતુ અસરલ બીલ
મોબાઈલનો IMEI નંબર
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!