ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
મોદી સરકારની આ 6 યોજનાઓનો ઘરે બેઠા લાભ મળશે, જાણો ફાયદા વિશે !
👉 મોદી સરકારે મહિલા સશક્તિકરણને લઈને અનેક કામ કર્યા છે જેનો લાભ દેશની મહિલાઓને મળી રહ્યો છે. સરકારનો હેતુ મહિલાઓની સાથે પુરુષોએ ખભેથી ખભા મળાવીને આગળ વધે તેવો છે. આ માટે મોદી સરકાર મહિલાઓને લઈને કેટલીક કલ્યાણકારી યોજનાઓ લાવી છે. જોણો તમામ વિશે. 👉 મહિલાઓ માટે મોદી સરકારની એક સ્કીમ સફળ ઉજ્જવલા યોજના છે. આ સ્કીમ 1 મે 2016થી ચાલુ છે. આ સ્કીમમાં આર્થિક રીતે નબળી મહિલાઓને રસોઈ ગેસ સિલિન્ડર અપાય છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ 8.3 કરોડ પરિવારને મળ્યો છે. નાણામંત્રીએ આ યોજનાનો લાભ 1 કરોડ લોકોને આપવાની જાહેરાત કરી છે. આ સ્કીમમાં સરકાર દરેક કનેક્શન પર 1600 રૂપિયાની સબ્સિડી પણ આપે છે. જે પરિવારોની પાસે બીપીએલ કાર્ડ છે તેઓ આનો ફાયદો લઈ શકે છે. તેમાં સિક્યોરિટી અને ફિટિંગ ચાર્જ ફ્રી રહે છે. 👉 બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના પીએમ મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2015માં હરિયાણામાં કરી. આ યોજનાના આધારે ભારતની એ મહિલાઓની મદદ કરે છે જે ઘરેલૂ હિંસા કે અન્ય કોઈ પ્રકારે હિંસાનો શિકાર બને છે. તેને પોલિસ ,કાયદા અને ચિકિત્સાની મદદ મળે છે. પીડિત મહિલા ટોલ ફ્રી નંબર 181 પર કોલ કરીને મદદ લઈ શકે છે. 👉 સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના આ યોજનાના આધારે 100 ટકા હોસ્પિટલો અને પ્રશિક્ષિત નર્સની હાજરીમાં મહિલાનો પ્રસવ કરાવાય છે. જેથી તેનું અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. આ યોજનમાં મહિલાઓ અને નવજાત શિશુના જીવનની સુરક્ષા માટે નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ સરકાર દ્વારા અપાય છે. યોજનાનો હેતુ માતા અને નવજાત શિશુના મોતને રોકવાનો છે. 👉 ફ્રી સિલાઈ મશીન યોજના જે મહિલાઓ સિલાઈમાં રસ રાખે છે તેમને માટે કેન્દ્ર સરકારની તરફથી ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી મહિલાઓ તેનો લાભ લઈ શકે છે.ભારત સરકારની તરફથી દરેક રાજ્યમાં 50000થી વધારે મહિલાઓને ફ્રીમાં આ મશીન અપાશે. 20-40 વર્ષની મહિલા આ યોજનામાં અરજી કરી શકે છે. 👉 મહિલા શક્તિ કેન્દ્ર યોજના આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની તરફથી 2017માં લોન્ચ કરાઈ હતી. આ યોજના મહિલાઓના સંરક્ષણ અને સશક્તિકરણને માટે તૈયાર કરાઈ છે. આ યોજનાના આધારે ગામની મહિલાઓને સામાજિક ભાગીદારીના માધ્યમથી સશક્ત બનાવવાની અને તેમની ક્ષમતાનો અનુભવ કરાવવાનું કા કરાય છે. આ યોજના રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર કામ કરે છે. સંદર્ભ : VTV ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
3
સંબંધિત લેખ