સલાહકાર લેખVTV Gujarati News and Beyond
મોટર વ્હીકલના નિયમોમાં ફેરફારની તૈયારી, વાંચી લો નહીંતર.....!!
વાહનોના માલિકોના હકના ટ્રાન્સફર હવે સરળતાથી થઈ શકે છે. એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેમાં પરિવારના સભ્યો અથવા નોમીની તેમના યોગ્ય રહેશે. આ માટે રોડ પરિવહન મંત્રાલય સેન્ટર મોટર વ્હીકલ રુલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા નિયમમાં રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને નોમીનીના નામ ભરવા માટે વિકલ્પ આપવામાં આવશે. નોમીનીને બાદમાં ઓનલાઈન એપ્લિકેશનન માધ્યમથી જોડી શકાશે. આનાથી એ વાહન માલિકોના પરિવાર, ખાસ કરીને તે જેમના મોત થઈ ચૂક્યા છે તેમને રાહત મળશે. ડ્રાફ્ટના નિયમો મુજબ વાહનના માલિકને વેરિફિકેશન માટે નોમીનેશનના કેટલાક સબૂત આપવાના રહેશે. • નિયમો મુજબ નોમીનેશનના કેટલાક સબૂત આપવાના રહેશે • વિન્ટેજ વ્હીકલ તરીકે રજિસ્ટર કરાવવું પણ સરળ થઈ જશે • નોમિનીને બાદમાં ઓનલાઈન એપ્લિકેશનન માધ્યમથી જોડી શકાશે અત્યારે ગાડીના રજિસ્ટર્ડ ઓનરના મોત બાદ પરિવારને ત્રણ મહિનાની અંદર ઓનરશિપ ટ્રાન્સફર કરવાની હોય છે. અનેક કાર્યવાહી હોય છે. જેના કારણે વારંવાર સરકારી વિભાગોના ચક્કર લાગવવા પડે છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યાનુંસાર આ પગલું ઈર્જ ઓફ લિવિંગને સારુ બનાવવા માટે લેવામાં આવ્યું છે. શું છે નવો ફેરફાર : રજિસ્ટર્ડ ઓનરની મોતના મામલામાં હવે ઓનરશિપના ટ્રાન્સફર નોમીની થઈ જશે. નોમિની જ્યાં રહેતો હોય અથવા કામ કરતો હોય ત્યાં રજિસ્ટરિંગ ઓર્થોરિટીને પોતાના નામ પર તાજા રજિસ્ટ્રેશન માટે પોર્ટલના માધ્યમથી જાણકારી આપવાની રહેશે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ અનિલ ચિકારાના જણાવ્યાનુંસાર આ એક મોટો ફેરફાર છે આનાથી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. ખાસકરીને તે મામલામાં જ્યાં માલિકનું મોત થઈ જાય છે. રિન્યૂઅલ ફી 5 હજાર રુપિયા રહેશે વધુ એક પરિવર્તન સાથે 50 વર્ષથી વધારે જૂના ટુ વ્હીકલ અને ફોર વ્હીકલને વિન્ટેજ વ્હીકલ તરીકે રજિસ્ટર કરાવવું પણ સરળ થઈ જશે. મંત્રાલયનો પ્રસ્તાવ છે કે આવા વાહનોના માલિકો 10 વર્ષ માટે 20 હજાર રુપિયા આપીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રિન્યૂઅલ ફી 5 હજાર રુપિયા રહેશે. 👉સંદર્ભ : VTV Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
0
અન્ય લેખો