નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
મોંધામાં મોંધી કેરી, લોકો એક કેરી માટે ખર્ચે છે એક હજાર રૂપિયા !
👉 સામાન્ય રીતે કેરીને જોઈને બધી લોકોનું મન લલચાઈ જતું હોય છે. ઉનાળાની ઋતુમાં ભાગ્યેજ કોઈક એવું હશે કે જેને કેરી ના ભાવતી હોય. કેરીનો સામાન્ય ભાવ 100થી 300 સુધી હોય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીની ઘણી પ્રજાતિ હોય છે. જેમાં કેસર,હાફુસ, લંગડો, લાલબાગનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે કયારે પણ સાંભળ્યું છે કે, નૂરજહાં પણ કેરીનો જ એક પ્રકાર છે. નૂરજહાં કેરી કિલોમાં નહીં પરંતુ નંગમાં વેચાય છે. 👉 તેના ભારે ફળને લીધે નૂરજહાંને કેરીની મલિકા તરીકે ઓળખવામાં આવે છે. ‘નૂરજહાં’ના કેરીના ફેન્સ માટે એક સારા સમાચાર છે, આ વખતે હવામાનને લીધે કેરીનો સારો પાક થયો છે. આ ભારે કેરી પાકે તે પહેલા જ ઊંચા ભાવે લોકો બુક કરાવી લેતા હોય છે. મૂળ અફઘાનિસ્તાનની માનવામાં આવતી કેરીની પ્રજાતિ નૂરજહાંનાં થોડાં ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાતને અડીને છે. 👉 ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું રહ્યું છે અને કેરીની ક્વોલિટી અને સાઈઝના સારા ભાવ મળી રહ્યા છે. જો કેરીના ખેડુતોની વાત માનીએ તો આ સિઝનમાં નૂરજહાં કેરીનો ભાવ 500 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની છે. 👉 નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ફૂલ લાગે છે. અને જૂનમાં કેરી પાકી અને તૈયાર થઈ જાય છે. આ કેરીની લંબાઈ એક ફૂટ લાંબી હોઈ શકે છે. તેની ગોટલીનું વજન 150 થી 200 ગ્રામ સુધીનું હોય છે. જ્યારે કેરી નાની હોય છે, ત્યારે જ લોકો આ અનન્ય સ્વાદવાળી કેરીઓ માટે બુકિંગ કરે છે. અને જ્યારે કેરી મોટી થાય છે ત્યારે ગ્રાહકને આપવામાં આવે છે. 👉 ઇંદોરથી આશરે 250 કિલોમીટર દૂર કઠીવાડાના કેરીના ઉત્પાદકએ જણાવ્યું હતું કે, “મારા બાગમાં ત્રણ નૂરજહાં કેરીના ઝાડ પર કુલ 250 ફળો છે. લોકોએ આ કેરીનું બુકીંગ બહુ પહેલા કરી લીધું છે. આ કેરીની કિંમત 500 થી 1000 રૂપિયા સુધી હોઈ શકે છે. તેમણે કહ્યું કેનૂરજહાં કેરી બુક કરાવનારા લોકોમાં મધ્યપ્રદેશ તેમજ પડોશી ગુજરાતના કેરીપ્રેમીઓ સામેલ છે. 👉 તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020 માં હવામાનની ખરાબ અસરોને લીધે નૂરજહાંનાં ઝાડ પર કેરી પાકી ના હતી. જેના કારણે કેરીપ્રેમીઓએ કેરીના વિશેષ સ્વાદથી વંચિત રહેવું પડ્યું. મન્સૂરીએ કહ્યું કે વર્ષ 2019માં નૂરજહાંનાં ફળનું સરેરાશ વજન આશરે 2.75 કિલો જેટલું હતું. ત્યારબાદ ખરીદદારોએ માત્ર એક જ ફળ માટે 1,200 રૂપિયા સુધીની કિંમત ચૂકવી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
8
સંબંધિત લેખ