AgroStar
મોંઘા લાઈટ બિલ થી મળશે રાહત, આ 'પેનલ' બહુ કામની ચીજ છે !
યોજના અને સબસીડીખિસ્સું
મોંઘા લાઈટ બિલ થી મળશે રાહત, આ 'પેનલ' બહુ કામની ચીજ છે !
📢 આજે આપણને તમામ કાર્યો માટે વીજળીની જરૂર છે અને વીજળીનો વપરાશ ખર્ચાળ પણ છે. ઉનાળા માં લાઈટબીલ વધુ આવે છે અને ચૂકવવું સામાન્ય માણસ માટે સરળ નથી. આવી સ્થિતિમાં, વીજળીનો વધુ ઉપયોગ કરવા માટે સૌર ઉર્જા શ્રેષ્ઠ અને સસ્તી રીત છે. સોલર પેનલની વિશેષતાઓ : 📢 આ એક નવા પ્રકારની સોલાર પેનલ છે. આ સોલાર પેનલ સિલિકોનના સિંગલ ક્રિસ્ટલ દ્વારા બનાવવામાં આવે છે. જે મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તે અન્ય પેનલ કરતા વધુ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તે ઓછી જગ્યામાં સરળતાથી લગાવી શકાય છે. તેમનું જીવન ચક્ર પણ અન્ય સૌર પેનલો કરતા લાંબુ છે. સબસિડી : ☀️ આમાં સૌર પેનલના વીજ વપરાશના હિસાબે સબસિડી આપવામાં આવે છે. જો તમે ત્રણ કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ પેનલ લગાવો છો, તો તમને સરકાર દ્વારા 40 ટકા સબસિડી આપવામાં આવશે, જ્યારે તમે 10 કિલોવોટની પેનલ લગાવો છો, તો તમને સરકાર દ્વારા 20 ટકા સબસિડી આપવામાં આવશે. રહેણાંક, સરકારી, સામાજિક અને સંસ્થાકીય ક્ષેત્રો માટે સોલાર રૂફટોપ પર સબસિડી આપવામાં આવે છે. અરજી કરવાની રીત : ☀️ તેની વેબસાઇટ https://solarrooftop.gov.in/ પર જવાનું રહેશે. 🔆 અહીં તમારે 'Apply for Solar Rooftop' પર ક્લિક કરવાનું રહેશે. ☀️ આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. 🔆 જ્યાં તમારે તમારા રાજ્ય અનુસાર લિંક પસંદ કરીને તેના પર ક્લિક કરવાનું રહેશે. ☀️ પછી બીજું ફોર્મ ખુલશે, જેમાં તમારે બધી જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે. 🔆 તે પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો. સંદર્ભ : ખિસ્સું, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
13
અન્ય લેખો