સમાચારZee News
મોંઘા ભાવના છાણાં, રાખ, ભૂસું અને ગૌમૂત્ર? શું પાછું કંઈ નવું આવ્યું?
👉 ન્યુઝીલેન્ડમાં ભારતનો દેશી ખાટલો 40,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જોકે ભારતમાં પણ ધીમે-ધીમે આવી તમામ વસ્તુઓને મોંઘા ભાવે ખરીદવામાં આવી રહી છે. જેમાં છાણાં અને રાખનો પણ સમાવેશ થઈ ગયો છે. હાલમાં ઈન્ટરનેટ પર એક સમાચાર ઘણા ચર્ચામાં છે. પરંતુ વિદેશમાં જ નહીં ભારતમાં પણ અન્ય દેશી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે અને લોકો તે બધી આઈટમ પર વધારે પૈસા ખર્ચી રહ્યા છે. રાખ: 👉 તમે ગામમાં કે નાના શહેરમાં જોયું હશે કે રાખ હંમેશા કચરામાં ફેંકવામાં આવે છે. પરંતુ હવે આ રાખ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે. ખાસ વાત એ છે કે તતેની કિંમત પણ હેરાન કરનારી છે. ઓનલાઈન વેબસાઈટ પર મળી રહેલી રાખની કિંમત 10-20 રૂપિયા નહીં પરંતુ 500 રૂપિયા કિલો સુધીની છે. છાણાં: 👉 હવે ગાય અને ભેંસના છાણમાંથી તૈયાર થયેલાં છાણાં સારી કિંમતે વેચાઈ રહ્યા છે. કેટલાંક છાણાંની કિંમત 150 રૂપિયા સુધીની હોય છે. ભૂસું: 👉 ભૂસું આજકાલ ઓનલાઈન માધ્યમથી ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. એક પેકેટ 350 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. તે પશુઓને ખવડાવવા માટે લોકો ખરીદે છે. ગૌમૂત્ર: 👉 હવે તે ઓનલાઈન માધ્યમથી પણ વેચાઈ રહ્યું છે. હવે 500 મિલીગ્રામ ગૌમૂત્ર પણ 260 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
6
અન્ય લેખો