ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખTV9 ગુજરાતી
મે માસમાં મગફળી, તલ અને કપાસ ના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો !
👉 પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ. મગફળી: 👉 મગફળી ઉપાડ્યા પછી તે મગફળીના જ બીજનું તુરત વાવેતર કરવું નહિ. તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું. 👉 જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ત્રણ ચાર દિવસ સુકાવા દેવા ત્યાર બાદ, પાથરા ફેરવી, ડોડવામાં 8 ટકા ભેજ હોય ત્યારે થ્રેસિંગ કરવું. અથવા તો થ્રેસીંગ બાદ એક બે દિવસ તડકામાં સૂકવવી. 👉 પાકની કાપણી બાદ ઝાડીયા-મુળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો તથા ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી જેથી જમીનજન્ય ફૂગ તથા જમીનમાં રહેલ જીવાતો સામે પછીના પાકને રક્ષણ મળે. 👉 આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું. તલ: 👉 ઉનાળુ તલ પીળા પડી જાય પછી કાપણી કરી, ઉભડા કરવા. 👉 ઉભડા કર્યા બાદ 7 તથા 15 દિવસે એમ બે વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે. 👉 તલ ખેર્યા બાદ તેનું ગ્રેડીંગ કરી કોથળા ભરી ભેજ ના લાગે તે રીતે બરાબર સંગ્રહ કરવો. કપાસ: 👉 જમીનને ખેડ કરી સમતલ બનાવો ઢાળ ઓછો કરો અને આ માસમાં સારું કોહવાયેલ છાણીયું ખાતર ચાસમાં ભરી દેવું. 👉 કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો. 👉 તમારી જમીન, પિયતની સગવડ અને શિયાળુ પાક કરવાનો છે કે નહિ તે અનુરૂપ જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી. 👉 શક્ય હોય તો શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. 👉 શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસતા હોય કે વધારે જોવા મળતા હોય ત્યાં ક્લોરોપાયરીફોર્સ ૧૦% ભૂકીનો છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
9
સંબંધિત લેખ