કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મેળવો કિસાન ક્રેડિટ કાર્ડ ત્રણ ડોક્યુમેન્ટ ની મદદથી !!
📢ભલે ખેડૂત કોઈ બીજાની જમીનમાં ખેતી કરતો હોય પણ એ કિસાન ક્રેડિટકાર્ડ નો લાભ લઈ શકે છે. KCCનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૭૫ વર્ષની ઉંમર હોવી જોઈએ.
👉ભારતના અન્નદાતા એવા ખેડૂતો પાસે પૈસાની તંગી હંમેશા રહે છે. બીજથી લઈને આધુનિક સુવિધા મેળવવા માટે એમને ઘણું રોકાણ કરવાની જરૂર હોય છે. આ રોકાણ કરવા માટે ખેડૂતો ઉધાર પૈસા અને કરજો લે છે. બેંકીંગની પૂરતી સમજ અને સુવિધા વિશે જાણ ન હોવાને કારણે એમને સાહુકારો પાસે વધુ વ્યાજ આપીને નાણાં લેવા પડે છે. આ લોકો ખેડૂતો પાસે ભારીભરખમ વ્યાજ લે છે અને ઘણી વખત તો એમની જમીન પણ ગીરવે મુકાવી દે છે.સરકારે વર્ષ ૧૯૯૮માં કિસાન ક્રેડિટ કાર્ડની સ્કીમ શરૂ કરી હતી. આ ક્રેડિટ કાર્ડમાં ખેડૂતોને બજાર કરતાં સસ્તા વ્યાજે ઉધાર રકમ આપવામાં આવે છે.
👉કોણ લઈ શકે છે KCC :-
હવે કિસાન ક્રેડિટ કાર્ડ ફક્ત ખેતી સુધી સીમિત નથી. પશુપાલન, માછલી પાલન સહિત ઘણા કામ માટે ૨ લાખ રૂપિયા સુધીનો કરજો મળી શકે છે. ખેતી, પશુપાલન, માછલીપાલન સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ KCCનો લાભ મેળવી શકે છે. ભલે ખેડૂત કોઈ બીજાની જમીનમાં ખેતી કરતો હોય પણ એ KCCનો લાભ લઈ શકે છે. KCCનો લાભ ઉઠાવવા માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૭૫ વર્ષની ઉંમર હોવી જોઈએ.
👉બસ ત્રણ ડોક્યુમેન્ટ જરૂરી :-
પહેલા KCC હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા ઘણી અઘરી હતી. એટલા માટે જ KCCને પીએમ કિસાન સાથે જોડી દેવામાં આવ્યું હતું. પીએમ કિસાનની વેબસાઇટ પર જ KCCનો કોરમ મળી રહે છે. બેંક ફક્ત ત્રણ ડોક્યુમેન્ટ પર ખેડૂતોને લોન આપી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે આધાર કાર્ડ, પેન કાર્ડ અને તમારા ફોટાની જરૂર પડે છે.
👉અનેક ફાયદા :-
સરકારી નિયમ અનુસાર ૩ લાખ રૂપિયાની લોન ફક્ત ૭ ટકાના વ્યાજ પર મળે છે. સમયસર પૈસા પરત કરવા પર ત્રણ ટકાની છૂટ પણ મળે છે. આ રીતે ફક્ત ૪ ટકાના વ્યાજ પર પૈસા મળી રહે છે.
👉પ્રોસેસિંગ ફી
પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ૨ થી ૫ હજાર જેટલી પ્રોસેસિંગ ફી લેવામાં આવતી હતી પણ જવે KCC મેળવવા માટે એક પણ રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડતી નથી.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.