AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મેધ થશે મહેરબાન ! 11 થી 14 જૂન નું મોસમ પૂર્વાનુમાન !
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર હવામાન વિભાગ
મેધ થશે મહેરબાન ! 11 થી 14 જૂન નું મોસમ પૂર્વાનુમાન !
નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું છે. સાથે જ નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. 30 જૂન સુધી રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થઈ જશે. એગ્રોસ્ટાર ના હવામાન વિભાગ તરફતથી મળતી માહિતી મુજબ તારીખ ૧૧ જૂન થી ૧૪ જૂન સુધી સામાન્ય થી મધ્યમ વરસાદ થઇ શકે છે. જે ગુજરાત ના અંદાજિત 63 તાલુકા માં વરસાદી માહોલ સર્જશે. આ વરસાદ અંદાજિત 5 થી 25 મિમિ પ્રતિ દિવસ હોઈ શકે છે. જેથી આગમચેતી તરીકે આગામી દિવસો માં પાક આયોજન કરવું. ગુજરાત ના જિલ્લા માં વરસાદ ની સંભાવના છે તેના નામ આ મુજબ છે,અમરેલી, ભરૂચ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,જૂનાગઢ, મહીસાગર, નવસારી, પોરબંદર, સુરત, તાપી, ડાંગ અને વલસાડ ના કેટલાંક તાલુકા માં વરસાદ વરસી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર હવામાન વિભાગ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
6