AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મેઘ તાંડવ યથાવત, ક્યાં પાકો ને થશે ફાયદો ?
મોન્સૂન સમાચારVTV ગુજરાતી
મેઘ તાંડવ યથાવત, ક્યાં પાકો ને થશે ફાયદો ?
છેલ્લા 3 દિવસથી વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તારીખ 15, 17 અને 22માં સારો વરસાદ રહેવાનું અનુમાન લગાવતા અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે વધુ વરસાદની આશા બંધાવી છે. ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરી છે. વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે અરબ સાગરનું જોઈએ તે રીતે સક્રિય વહન કરી રહ્યું ન હતું પણ જોકે હવે પહેલા કરતાં સક્રિયતા વધતાં વરસાદ સાર્વત્રિક રહેશે તેવુ ભવિષ્ય ભાખ્યૂ હતું. ક્યાં પાક માટે ફાયદો તો નુકશાન ? 25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગાડશે તેવી પણ આગાહી કરી છે સાથે જ ભાલ વિસ્તાર અથવા બિન પિયત ખેતરોમાં ચણા અને ઘઉં સારા થવાની પણ સંભાવના સેવી છે. તો તેલીબિયા પાકોમાં રાયડો સૌથી સારો થવાની વાત કરી હતી. સાથે જ મઘા નક્ષત્ર વિષે માહિતી આપતા કહ્યું હતું કે આ નક્ષત્રમાં વરસાદ સારો રહે છે તેમજ મઘામાં થયેલો વરસાદ પાક માટે વધુ સારો છે અને ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું યોગ્ય ગણાવ્યુ છે. ઓક્ટોબર પછી જે વરસાદ થાય છે તેને સ્વાતિ કહેવામાં આવે છે જેમાં કપાસના માલને ખૂબ નુકસાન થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
36
3
અન્ય લેખો