AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયાની મળશે લોન!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયાની મળશે લોન!
💠નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવો એ આજકાલ સામાન્ય બની ગયું છે. પરંતુ, આમાં સૌથી મોટી સમસ્યા રોકાણ ની આવે છે. લોકો બિઝનેસ કરવાનું મન બનાવી લે છે. પરંતુ, તેમની પાસે પૈસા હોતા નથી. જો તમે પણ રોકાણની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજના આર્ટિકલમાં અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેના હેઠળ તમે બિઝનેસ કરવા માટે 20 લાખ રૂપિયા સુધીની સરકારી લોન લઈ શકો છો. જે સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ. શું છે યોજના? 💠રોજગારને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકારે 2015માં પીએમ મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. જેનો હેતુ એવા યુવાનોને આર્થિક મદદ કરવાનો હતો જેઓ આર્થિક સંકડામણને કારણે પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમારા બિઝનેસને આગળ વધારવા માંગો છો, તો તમે PM મુદ્રા લોન સ્કીમ દ્વારા 50 હજાર રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જાણો તમને કેટલી લોન મળશે? 💠જો તમે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માંગો છો, તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન (શિશુ કિશોર અને તરુણ) આપવામાં આવે છે. જો તમે શિશુ લોન હેઠળ લોન લેવા માંગો છો અને અરજી કરો છો, તો તમને 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જો તમે કિશોર લોન માટે અરજી કરો છો, તો તમને 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. જ્યારે, જો તમે તરુણ લોન હેઠળ લોન માટે અરજી કરો છો, તો તમને 5 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે. PM મુદ્રા લોન માટે કેવી રીતે અરજી કરવી? 💠જો તમે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો, તો https://www.mudra.org.in/ વેબસાઈટ ની મુલાકાત લો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0
અન્ય લેખો