પશુપાલનન્યુઝ 18 ગુજરાતી
મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સહાય યોજના, જાણો ફાયદા !
🐄 ગુજરાત સરકારે ખેડુતો અને પશુપાલકો માટે અનેક વિધ નવી યોજનાઓ શરૂ કરી છે અને એ યોજનાઓને લઈને ખેડુત અને પશુપાલક આર્થીક રીતે સધ્ધર બન્યો છે તો યોજનાઓ ફાયદા કારક નિવળી છે અને એવી જ એક યોજના મુખ્યમંત્રી નિશુક્લ પશુ સહાય યોજના વીશે આજે જાણીશુ અને તેનાથી થતા ફાયદાઓ વિશે સમજીશુ. 🐄 મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સહાય યોજના જીહા, આ યોજના દુધાડા પશુ પાલકો માટે આશીર્વાદ રૂપ નિવળી છે અને આ યોજનાનો લાભ અનેક ખેડુતો લઈ રહ્યા છે. આમ તો આ યોજના થકી દરેક પશુ દવાખાનાઓમાં 2 લાખ જેટલી માતબર રકમ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર પર 50 હજાર જેટલી માતબર રકમ ફાળવવામાં આવે છે અને એ પણ પશુઓની સારવાર અર્થે જ. જે પશુઓને કોઈ બીમારી હોય તો પશુપાલક પશુ સારવાર કેન્દ્ર કે પશુ દવાખાના ના ડોક્ટર સાથે વાત કરે છે અને ત્યારબાદ પશુઓને લઈ જાય છે અને તેની મફત સારવાર કરે છે જેનાથી પશુઓ સ્વસ્થ થઈ જાય છે... ત્યારબાદ દવાઓ પણ આપવામાં આવે છે અને પશુઓનુ કઈ રીતે ધ્યાન રાખવુ અને કઈ રીતે દવાઓ આપવી તેની પણ જાણકારી યોજના થકી આપવામાં આવે છે. 🐄 આમ તો દુધાળા પશુઓમાં અનેક પ્રકારની બીમારીઓ દેખા દેતી હોય છે જેમાં બેક્ટરીયા, અસ્વસ્થતા, બીમારી તથા ગાફણ થવામાં તકલીફ થતી હોય છે અને એના કારણે પહેલા તો પશુઓ દુધ આપવાનુ બંધ કરી દેતા હોય છે જેનાથી આર્થીક નુકશાન થાય છે તો પશુપાલકને પણ ચીંતા રહે છે તેવા સમયમાં આ યોજના પશુ પાલકોને કામ આવે છે. જે પણ પ્રકારની બીમારી હોય તો તે બીમારીના જાણ પશુ ડોક્ટરને કરવામાં આવે છે અને જે પશુ લઈને જઈ શકાય તેવુ ન હોય તેવા બનાવમાં ડોક્ટર પશુની સારવાર તેના ધરે જઈને કરે છે અને પશુની કાળજી પણ રાખે છે. તો તાત્કાલીક સારવાર મળી જતા એક તો પશુ દુધ પણ વધુ આપે છે તો આ ઉપરાંત પશુઓ પણ સ્વસ્થ થઈ જાય છે. 🐄 આ યોજના થકી તમામ પશુઓને આવરી લેવામાં આવે છે જેમાં દુધાડા પશુ સહિત, કુતરા, બીલાડા, ઘોડા સહિત પક્ષીઓનો પણ સમાવેશ કરાયો છે તો સરકારે જે યોજનાઓ ખેડુતો અને પશુપાલકોને માટે બનાવી છે તે યોજનાઓ થઈ હાલ તો ખેડુતો અને પશુપાલકો સધ્ધર પણ બન્યા છે તો સાથે સાથે આ યોજનાઓ તેમના માટે આશીર્વાદ ગૂપ નીવળી છે અને એટલે તો સરકારનો આભાર પણ માને છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
5
અન્ય લેખો