સમાચારઝી ન્યુઝ
મીરાબાઈ ચાનુ: જંગલમાંથી લાકડા ઉપાડતી યુવતીએ દેશ માટે જીત્યો ચાંદીનો મેડલ !
🏅 મીરાબાઈ ચાનુ: જંગલમાંથી લાકડા ઉપાડતી યુવતી,જેણે દેશ માટે જીત્યું ચાંદીનું મેડલ 🏅 ટોક્યો ઓલમ્પિક ના બીજા દિવસે ભારતની મીરાબાઈ ચાનુએ દેશ માટે પ્રથમ મેડલ જીત્યો છે. 26 વર્ષની મીરા બાઇએ 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય રમતવીર છે. 🏅બાળપણમાં જંગલમાંથી લાકડુ લાવતી હતી ચાનું મીરાબાઈનો જન્મ 8 ઓગસ્ટ 1994 ના રોજ મણિપુરના ઇમ્ફાલના નોંગપોક કાકચિંગમાં થયો હતો. પરિવારે નાનપણથી જ તેની શક્તિને માન્યતા આપી હતી. તે માત્ર 12 વર્ષની હતી અને ઘરે લાકડાની એક મોટી બંડલ સરળતાથી લઈ શકતી હતી જે તેના મોટા ભાઈને ઊંચકવામાં પણ મુશ્કેલી પડી હતી. તેની આ તાકાત જોઈને તેને વેઇટ લિફ્ટિંગમાં કારકીર્દિ બનાવવાની પ્રેરણા મળી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
2
અન્ય લેખો