AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મિસ્ડ કૉલથી મળશે 20 લાખ સુધીની લોન ! આ બેંકે શરૂ કરી ખાસ સુવિધા !
સમાચારઝી ન્યુઝ
મિસ્ડ કૉલથી મળશે 20 લાખ સુધીની લોન ! આ બેંકે શરૂ કરી ખાસ સુવિધા !
👉 કોઇપણ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા કામની છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. SBIએ પોતાના ગ્રાહકોને ફક્ત એક મિસ્ડ કૉલ દ્વારા પર્સનલ લોન આપવાની શરૂઆત કરી છે. 👉 SBIના ટ્વીટ અનુસાર SBIની એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ પર્સનલ લોન મળી રહ્યું છે. કસ્ટમરને ફક્ત એક મિસ્ડ કૉલ કરવુ પડશે અને પછી બેંક જલ્દી અપ્રૂવલ સાથે સોન આપશે. આ લોનનું વ્યાજ પણ સૌથી ઓછુ 9.6 ટકા છે. 👉 કેટલી મળશે લોન? SBI આ સ્કીમમાં 25 હજાર રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધી લોન ઑફર કરી રહી છે. સાથે જ 5થી 20 લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઇ ગેરેન્ટર અથવા સિક્યોરિટીની જરૂર નથી. 👉 કયા લોકોને મળશે લોન? 👉 SBIમાં તમારુ સેલરી એકાઉન્ટ હોવુ જોઇએ. 👉 તમારી મંથલી સેલરી 15000 રૂપિયા અથવા તેનાથી વધુ હોવી જોઇએ. 👉 EMI / NMI રેશિયો 50 ટકાથી ઓછો 👉 SBI સેલરી એકાઉન્ટ હોલ્ડરને કેન્દ્ર/રાજ્ય/અર્ધ સરકારી, કેન્દ્રીય PSU, લાભકારી OSUs અથવા સિલેક્ટેડ કોર્પોરેટ્સની શિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત હોવુ જોઇએ. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
81
26