AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માસ્ટર પ્લાન! હવે ખેતરમાં દોડશે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર !!
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર
માસ્ટર પ્લાન! હવે ખેતરમાં દોડશે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર !!
🚜 કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર હવે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ટ્રક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરત ઓછી થશે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક, ઇથેનોલ અને મિથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણ જ એકમાત્ર ભવિષ્ય છે. ખેતરમાં જોવા મળશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર 🚜 નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનોની ભવિષ્યનાં પ્લાન વિશે વાત કરતા કહ્યું કે સ્કૂટર, કાર અને બસ બાદ હવે તેઓ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણ તરફ વળવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. ઇથેનોલ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ 🚜 ગડકરીએ કહ્યું હતું કે ડીઝલ આધારિત કૃષિ સાધનોને પેટ્રોલ આધારિત બનાવવા જોઈએ અને ફ્લેક્સ એન્જિન ઇથેનોલ પર ચલાવવા માટે બદલવું જોઈએ. 🙋 ટચુકડો સવાલ : શું તમે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વસાવાનું વિચારી રહ્યા છો ? સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
86
6