AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માલામાલ બનવા માટે કરો આ ખેતી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
માલામાલ બનવા માટે કરો આ ખેતી
👉જુલાઈનો મહિનો હવે સમાપ્ત થઇ ગયો છે. એવામાં ખેડૂતો તેનના પર વિચાર કરી રહ્યા હશે કે, ઓગસ્ટ મહિનામાં કઈ-કઈ શાકભાજીની ખેતી કરવી. ઓગસ્ટમાં સામાન્ય રીતે ઘણા ક્ષેત્રોમાં ગરમીનો અંતિમ મહિનો હોય છે. સાથે જ આ મહિને કેટલીક શાકભાજી ઉગાડવા માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. 👉આજે અમે તમને એવી ત્રણ શાકભાજીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓગસ્ટ મહિનામાં ખેતરમાં લગાવીને બસ થોડા જ સમયમાં ઉત્પાદન મેળવી શકાય છે. સાથે જ આ શાકભાજીને સારી કિંમતે વેચીને જોરદાર નફો કમાઈ શકાય છે. 👉ટામેટાની ખેતી- આ સમયે બજારમાં ટામેટાની કિંમત આસમાને પહોંચી છે. એવામાં તેની ખેતી ખેડૂતો માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, તેના બીજ વાવવાનો યોગ્ય સમય તમારા ક્ષેત્રના આબોહવા અને મોસમના અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ મોટાભાગના સ્થાનો પર તેની ખેતી જુલાઈ કે ઓગસ્ટના મહિનામાં થાય છે. ખેતરમાં ટામેટાને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ 3 મહિનાનો સમય લાગે છે. જ્યારે, ટામેટાનું ઉત્પાદન તે વાત પર નિર્ભર કરે છે કે, ખેતી કેટલી જમીનમાં કરવામાં આવી છે. જો જમીન વધારે હોય તો ઉત્પાદન પણ વધારે મળશે. બજારમાં ટામેટાનો ભાવ આ સમયે 100 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધારે છે. એવામાં તમે ટામેટાની ખેતીથી કમાણીનો અંદાજો લગાવી શકો છો. 👉ચોળાની ખેતી- કેટલીક જગ્યાઓ પર ઓગસ્ટમાં મોટાપાયે ચોળાની ખેતી કરવામાં આવે છે. જો આ મહિનામાં ચોળાની ખેતી કરો છો, તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાવણી પછી ચોળાને તૈયાર થવામાં લગભગ 5થી 6 મહિનાનો સમય લાગે છે. એક એકરમાં ચોળાની ખેતીથી લગભગ 100 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે. જો બજારમાં ઓછામાં ઓછા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાણ કરીએ તો પણ 6 મહિનામાં 2 લાખ સુધીની કમાણી થઈ શકે છે. 👉બીટની ખેતી- બીટ ઘણા પ્રકારે આપણા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. ઓગસ્ટમાં તેની ખેતી કરીને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે. તેની ખેતી કોઈ પણ જમીનમાં કરી શકાય છે. ખેતરમાં વાવણી પછી બીટને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ 4-5 મહિનાનો સમય લાગે છે. જ્યારે, 1 એકરમાં લગભગ 120 ક્વિન્ટલ સુધી ઉત્પાદન મળી શકે છે. જે બજારમાં ઓછામાં ઓછા 10 રૂપિયા કિલોના ભાવથી વેચીએ તો 4 મહિનામાં તમને 1,20,000 સુધીની કમાણી થઈ શકે છે. 👉સંદર્ભ :-Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
21
3
અન્ય લેખો