હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
માર્ચના બાકીના દિવસો માટે હવામાનની આગાહી
🌤️રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઇ રહ્યો છે. રવિવારે 12 શહેરોનું તાપમાન 35 ડિગ્રીથી વધારે નોંધાયું હતુ. નલિયા 38 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ હતુ કે, ધીરે-ધીરે ગરમી વધતી જશે. 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઇ જવાની શક્યતા રહેશે.
🌤️અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે અને વાદળછાયું રહી શકે છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 21થી 22 માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમ વર્ષાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરના ભેજની અસર અને અરબ સાગરના ભેજની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને આથી તેની અસરથી ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાઇ શકે છે.
🌤️આ સાથે તેમણે તાપમાન વધવાની પણ આગાહી કરતા જણાવ્યુ કે, 22 તારીખ સુધીમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, કચ્છમાં 39 ડિગ્રી, ગિરનારમાં 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. આ સાથે તેમણે વલસાડમાં પણ ગરમી વધવાની આગાહી કરી છે.
🌤️હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે. એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.
🌤️અંબાલાલ પટેલે હોળીના દિવસે ગરમી વધેશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, 26થી 28 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. 1 એપ્રિલ સુધીમાં વાદળછાયું રહેશે. જ્યારે મહારાષ્ટ્રમાં હવામાન પલટાઇ શકે છે. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. એટલે માર્ચ માસ ભારે ગરમીવાળો, પવનની ડમરી સાથે વાદળવાયું અને બેવડી ઋતુવાળો રહેશે. ખાસ કરીને ભેજનું પ્રમાણ વધશે. 19મી 24 તારીખમાં રાજ્યના મહત્તમ ભાગોમાં વાદળ આવતા રહેશે. ત્યાર બાદ 22થી 26માં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ