AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મારુતિ ની આ કારે મચાવી ધૂમ! દેશની બેસ્ટ સેલિંગ કાર, ઓછી કીંમતમાં જોરદાર માઈલેજ !
કૃષિ વાર્તાGSTV
મારુતિ ની આ કારે મચાવી ધૂમ! દેશની બેસ્ટ સેલિંગ કાર, ઓછી કીંમતમાં જોરદાર માઈલેજ !
👉 વીતેલા જાન્યુઆરી મહિનામાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સૂઝૂકીની નાની કાર Alto બેસ્ટ સેલિંગ કાર તરીકે ઉભરી આવી છે. આ કારને આ વર્ષે પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. એ જ કારણ છે કે આ કારે વર્ષના પહેલા જ મહિનામાં દેશની બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ કારની કીંમત અને તેમાં મળનારા ફીચર્સ તેને ખાસ બનાવે છે. જાન્યુઆરી 2020માં આ કારને 18,914 ગ્રાહકોએ ખરીદી હતી. ગત વર્ષની તુલનામા આ જાન્યુઆરી મહિનામા તેને 3 ટકા વધારે ગ્રાહકોએ ખરીદી છે. 👉 કીમત : મારુતિ અલ્ટો 800 કુલ 8 વેરીએંટસમાં ઉપલબ્ધ છે- અલ્ટો 800નું બેઝ મૉડેલ STD છે. અને ટોપ વેરિયન્ટ મારુતિ અલ્ટો 800 LXI opt s-cng છે. Altoની એકસ શોરૂમ દિલ્લીની શરૂઆત ની કીંમત 2,94,800 રૂપિયા છે. તો તેનુ ટોપ મોડેલ 4,36,300 રૂપિયાનું છે. મારુતિની આ કાર પેટ્રોલ અને CNG બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 👉સ્પેશિફિકેશન અને માઈલેજ : Alto નો 796cc 12 વોલ્વ, 3 સિલિંડર BS6 પેટ્રોલ એન્જીન 35.3 KW પાવર અને 69 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 5 સ્પીડ મૈન્યુઅલ ટ્રાંસમિશન છે. અલ્ટોના પેટ્રોલ વર્ઝનની માઈલેજ 22.05 kmplછે. cng વર્ઝનમાં એન્જીન 30.1 kW પાવર અને 60 Nmનો ટોર્ક જનરેટ કરે છે. cng વર્ઝનમાં એવરેજ 31.59કિમિ/કિગ્રા છે. અલ્ટોમાં ડયૂઅલ એયરબેગ, ડ્રાઈવર તેમજ કોડ્રાઈવર માટે સીટ બેલ્ટ રીમાઈંડર, ABS+EBD, રિવર્સ પાર્કિંગ સેંસર, સ્પીડ અલર્ટ સિસ્ટમ, ઈમોબિલાઈઝર, રિયર ડોર ચાઈલ્ડ લોક જેવા સેફટી ફીચર્સ છે. સંદર્ભ : GSTV , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
6
અન્ય લેખો