AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરો આ કામ, થશે હજારોની કમાણી !
બિઝનેસ ફંડાVTV ન્યૂઝ
માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરો આ કામ, થશે હજારોની કમાણી !
👉 નોકરી નહીં પણ આ કામ શરૂ કરીને કમાવો લાખો રૂપિયા 👉 સરકાર પણ આ બિઝનેસ કરવામાં કરશે મદદ 👉 5 હજારના રોકાણમાં મહિને થશે હજારોની કમાણી ભારતમાં એક મોટો વર્ગ ચાનો શોખીન છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને એરપોર્ટ પર કુલ્હડની ચા ડિમાન્ડમાં રહે છે. એવામાં તમે કુલ્હડની ચાની ખૂબ માંગ જોવા મળે છે. એવામાં તમે કુલ્હડ બનાવવાનો અને તેને વેચવાનો ધંધો શરૂ કરી શકો છો. તેમાં સરકાર પણ તમને મદદ કરશે. સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન 👉 તમને જણાવી દઈએ કે સરકાર આ સમયે કુલ્હડની માંગને વધારવા પર ફોકસ કરી રહી છે. થોડાં સમય પહેલાં સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહન આપવાનો દાવો કરવા માટે પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા આપવા પર રોક લગાવવાની માંગ કરી છે. 5 હજાર રૂપિયામાં શરૂ કરી શકાય છે બિઝનેસ 👉 હાલના સમયને જોતાં આ બિઝનેસ ખૂબ જ ઓછી કિંમતમાં સરળતાથી શરૂ કરી શકાય છે. તેના માટે તમારે થોડી જગ્યાની જરૂર રહે છે અને સાથે ફક્ત 5000 રૂપિયાની જરૂર રહે છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જાણકારી આપી છે કે ગયા વર્ષે સરકારે 25 હજાર ઈલેક્ટ્રિક ચાક વહેંચ્યા છે. કેટલા રૂપિયામાં વેચી શકાય છે કુલ્હડ 👉 ચાના કુલ્હડ ખૂબ જ સસ્તા હોવાની સાથે સાથે પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. હાલના સમયની વાત કરીએ તો ચાના કુલ્હડના ભાવ લગભગ 50 રૂપિયા પ્રતિ 100 નંગ છે. આ પ્રકારે લસ્સીના કુલ્હડની કિંમત 150 રૂપિયા પ્રતિ 100 નંગ છે. દૂધના કુલ્હડની કિંમત 150 રૂપિયા પ્રતિ 100 નંગ અને પ્યાલી 100 રૂપિયા પ્રતિ 100 નંગ ચાલી રહી છે. માંગ વધવાથી તેના સારાં ભાવ મળવાની શક્યતા છે. થશે મોટી બચત 👉 આજના સમયમાં શહેરોમાં કુલ્હડની ચાની કિંમત 15-20 રૂપિયા સુધીની હોય છે. જો બિઝનેસને સારી રીતે ચલાવવામાં આવે તો કુલ્હડ વેચવા પર ધ્યાન આપવામાં આવે તો તમે 1 દિવસમાં 1000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
8