AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 5 વર્ષમાં મેળવો 14 લાખ રૂપિયા, જાણો કઈ રીતે !
સમાચારVTV ગુજરાતી
માત્ર 5 વર્ષમાં મેળવો 14 લાખ રૂપિયા, જાણો કઈ રીતે !
✔️પોસ્ટ ઓફિસ દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે ✔️પોસ્ટ ઓફિમ તમામ ઉંમરના લોકોને ધ્યાનમાં રાખીને આ સ્કીમોને ચલાવે છે ✔️આ સ્કીમમાં 5 વર્ષમાં મેળવો 14 લાખ રૂપિયા ✔️આજે અમે આપને પોસ્ટ ઓફિસની એવી ખાસ સ્કીમ વિશે જણાવીશું, જેમાં માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયા મળી જશે. આ સ્કીમના દ્વારા તમે સરળતાથી લખપતિ બની શકો છો. પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન્સ સ્કીમના દ્વારા તમે 14 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો. પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં રોકાણકારોને 7.4 ટકા વ્યાજ મળે છે. કોણ ખોલાવી શકે છે ખાતું ✔️સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. ✔️60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે. ✔️આ ઉપરાંત વોલેન્ટરી રિટાયરમેન્ટ લેનારા વ્યક્તિ પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. ✔️સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમની મેચ્યોરિટી અવધિ 5 વર્ષની હોય છે, પરંતુ તમે તેને વધારી પણ શકો છો. ✔️આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાની સાથે એકાઉન્ટ ખોલાવી શકો છો. કેવી રીતે મળશે 14 લાખ રૂપિયા : જો તમે સિનિયર સિટિઝન્સ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું લમસમ રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી એટલે કે મેચ્યોરિટી પર વાર્ષિક 7.4 ટકા (ચક્રવૃદ્ધિ)ના વ્યાજ દરે, રોકાણકારોને કુલ રકમ 14,28,964 રૂપિયા થશે. અહીં તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયાનો લાભ મળી રહ્યો છે. મળે છે ટેક્સ છૂટનો ફાયદો: જો આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા કે તેથી વધુનું વ્યાજ મળે તો ટીડીએસ કાપવામાં આવશે. જોકે, આ સ્કીમમાં રોકાણ કરેલી રકમ પરઆવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ છૂટ આપવામાં આવી છે. તમે ખોલાવી શકો છો જોઇન્ટ એકાઉન્ટ: એસસીએસએસ હેઠળ, એક થાપણદાર: વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે પત્ની/પતિ જીવનસાથી સાથે એકથી વધુ ખાતા રાખી શકે છે. પરંતુ બધાં મળીને મહત્તમ રોકાણ મર્યાદા 15 લાખથી વધુ ન હોઈ શકે. ખાતું ખોલવતા અને બંધ કરતી વખતે નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
35
14
અન્ય લેખો