AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર ₹279 માં 4 લાખનો જીવન વીમો સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા !
સમાચારGSTV
માત્ર ₹279 માં 4 લાખનો જીવન વીમો સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા !
👉 ભારતીય ટેલીકોમ કંપની એરટેલ એ તાજેતરમાં જ બે નવા પ્રીપેઇડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યાં છે, જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ સિવાય હેલ્થ ઈન્સ્યોરન્સ નો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. 279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ 👉 કંપનીના અનુસાર, જો ગ્રાહક 279 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે તો તેને દરરોજ 1.5GB હાઈ સ્પીડ 4G ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઈન્સ્યોરન્સ પણ મળશે. આ લાઇફ ઈન્સ્યોરન્સ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહીં પડે. માત્ર એટલું જ નહીં પરંતુ 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premium નું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, ડેઇલી લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જશે. 2 લાખનો લાઇફ ઈન્સ્યોરન્સ માત્ર 179 રૂપિયામાં 👉 એરટેલે 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઈન્સ્યોરન્સની પણ ઓફર આપી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં 2GB હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે રોજના 300 SMS મોકલવાની સુવિધા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પ્લાનમાં એરટેલ Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. મહત્વનું છે કે દરરોજની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઓછી થઈ જાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
12