સમાચારGSTV
માત્ર 240 રૂપિયા ચુકવી ₹1 કરોડનો હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવો, ક્લેમ માત્ર 20 મિનિટમાં મંજુર !
જો તમે પણ સસ્તામાં તમામ સુવિધાઓ સાથે પોતાના અને પોતાના પરિવાર માટે વીમા લેવા માંગો છો, તો તમારી પાસે એક શાનદાર તક છે. આ તક નવી જનરલ ઇન્સ્યોરન્સ તરફથી આપવામાં આવી રહી છે. જ્યા તમને માત્ર 240 રૂપિયા મંથલી ચુકવી 1 કરોડ સુધીનો સ્વાસ્થ્ય વિમો લઇ શકો છો. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કેશલેસ ક્લેમ માત્ર 20 મિનિટમાં એપ્રૂવ થઇ જશે. તો ચાલો જાણીએ તેના વિશે… જાણો શુ છે પ્લાન? નવી જનરલ ઇન્સ્યોરન્સે ગ્રાહકોને EMIના આધારે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. ગ્રાહકો ઓછામાં ઓછા 240 રૂપિયા સુધીના ખર્ચે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી શકે છે. સબ્સ્ક્રાઇબરે વાર્ષિક પ્રીમિયમ એક જ સમયે ચૂકવવું પડતું નથી. સંપૂર્ણ રીતે પેપરલેસ પ્રોસેસ તેમા કોઈ એજન્ટ સામેલ નથી અને તે સંપૂર્ણ રીતે પેપરલેસ પ્રોસેસ છે. કસ્ટમર નવી હેલ્થ એપ દ્વારા બે મિનિટમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી શકે છે. એપ્લિકેશન પર સબ્સક્રાઇબરને તરત હેલ્થ ઇન્સ્યોરન્સ ઇશ્યૂ થઇ જાય છે. તેમાં 2 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વ્યક્તિગત અને ફેમિલિ હેલ્થ ઇન્સ્યોરન્સ સામેલ છે. કેશલેસ ક્લેમ માત્ર 20 મિનિટમાં એપ્રૂવ નવી તરફથી વેચવામાં આવી રહેલા ઇન્સ્યોરન્સના બદલે ક્લેમ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. કેશલેસ ક્લેમ 20 મિનિટમાં જ એપ્રૂવ થઇ જાય છે. ક્લેમ સેટલમેન્ટમાં તે 97.3 ટકા સાથે સૌથી આગળ છે. તેના નેટવર્કમાં 10 હજારથી વધુ કેશલેસ હોસ્પિટલનો નેટવર્ક છે. આ હોસ્પિટલ દેશના 400થી વધુ લોકેશન્સ પર છે. કંપનીનું શુ કહેવુ છે? નવી જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ કે રામચંદ્ર પંડિતે જણાવ્યું હતું કે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ખૂબ ઓછું છે. કારણ કે ઘણા લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું જટિલ અને મુશ્કેલ લાગે છે. તેઓને તે મોંઘા પણ લાગે છે. મંથલી ઇએમઆઈ પર હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનો વિકલ્પ વીમા કવરેજને વધુ સસ્તું બનાવે છે, કારણ કે સારવાર અને આરોગ્યસંભાળ સુવિધાઓ મોંઘી થઈ રહી છે. આવા વિકલ્પ સાથે, વીમા પોલિસી વધુ સસ્તી થશે અને વધુને વધુ લોકો સુધી પહોંચશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
15
સંબંધિત લેખ