AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 2 ટેટી 18 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો કારણ !
કૃષિ વાર્તાVTV ન્યૂઝ
માત્ર 2 ટેટી 18 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો કારણ !
👉 2 ટેટીની કિંમત 18 લાખ રૂપિયા 👉 ઓક્શનમાં વેચાઇ ટેટી 👉 જાપાનમાં દર વર્ષે થાય છે હરાજી ઉનાળામાં મોટાભાગના લોકો એવી સલાહ આપતા હોય છે કે વધારે પાણી પીવુ જોઇએ અને એવા ફળ ખાવા જોઇએ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય. ટેટી એક એવું ફળ છે જેમાં વધારે પાણીનું પ્રમાણ હોય છે. ટેટીમાં 95 ટકા પાણી હોય છે અને આ ફળમાં ઘણા વિટામીન્સ અને મિનરલ હોય છે. તેના કારણે માર્કેટમાં તેની ડિમાન્ડ હોય છે. હાલમાં જ એક ખાસ પ્રજાતિવાળી બે ટેટીને જપાનમાં 18 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. જાપાનમાં યુબારી ટેટીનો ખુબ ક્રેઝ છે. દર વર્ષે જાપાનમાં આ ટેટીની નિલામી કરવામાં આવે છે. આ વર્ષે પણ જાપાનના ઉત્તરી હોક્કાઇડોમાં માત્ર 2 યુબારી ટેટીને 27 લાખ યેન એટલે કે 18,19,712 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. આ યુબારી જાતિની ટેટી પોતાના સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તા માટે મશહૂર છે. દુનિયાના સૌથી મોંઘા ફળમાં સામેલ યુબારી ટેટીને જાપાનના યુબારી ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે. અહીંના ખેડૂતો ફળના આકાર અને સુંદરતાને લઇને ઘણા જ સજાગ રહે છે. સારા ભાવમાં નિલામી માટે આ ફળોનું ગોળ અને સુંદર હોવું જરૂરી છે. તમને જણાવી દઇએ કે ફળને સન્માન માટે સાથે જોડીને જોવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર એક બેબી ફૂડ પ્રોડ્યુસરે હરાજીમાં આ ટેટીની સૌથી વધારે કિંમત ચૂકવી હતી. હરાજીમાં આવેલા પૈસાને ગરીબ લોકોના પરિવારમાં દાન કરવામાં આવશે જમને ઓનલાઇન સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ગરમીમાં ફળ ખાવાથી માત્ર સ્વાદ જ નહી પરંતુ ઘણી સ્વાસ્થ્યની સમસ્યામાં રાહત મળે છે. શરીરને ડાઇડ્રેડ રાખવા માટે ફળ ખાવા જરૂરી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો