AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 150 રૂપિયામાં લો આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો !
સમાચારન્યુઝ 18 ગુજરાતી
માત્ર 150 રૂપિયામાં લો આ પોલિસી, થશે 19 લાખનો ફાયદો !
✅ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં લઈ અનેક પોલિસીની રજૂઆત કરતું રહે છે. આ કંપનીના જીવન વીમામાં રોકાણ કરનારા ગ્રાહકોને ઘણા ફાયદા આપવામાં આવે છે. આજના સમયમાં પેરેન્સ્ની ફાઇનાન્સિયલ પ્લાનિંગના કેન્દ્રમાં ક્યાંકને ક્યાંક તેમના બાળકો પણ સામેલ હોય છે. અનેક બાળકોનો અભ્યાસ, લગ્ન અને અન્ય ખર્ચાઓને લઈને ક્યાંકને ક્યાંક રોકાણ પણ કરે છે. ✅ભારતીય જીવન વીમા નિગમની પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની. ✅આવો જાણીએ LIC New Children’s Money Back Policyની ખાસ વાતો... >> આ વીમો ઉતારવાની લઘુત્તમ ઉંમર 0 વર્ષ છે. >> વીમો લેવાની મહત્તમ ઉંમર 12 વર્ષ છે. >> તેની લઘુત્તમ વીમા રકમ 10,000 રૂપિયા છે. >> મહત્તમ વીમા કવરની કોઈ સીમા રાખવામાં નથી આવી. >> પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર ઓપ્શન પણ ઉપલબ્ધ છે. મેચ્યોરિટીની અવધિ- LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષનો હોય છે. ✅મની બેક ઇસ્ટોલમેન્ટ - આ પ્લાન હેઠળ LIC બાળકના 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષ થવા પર બેસિક સમ ઇન્સ્યોર્ડની 20-20 ટકા રકમની ચૂકવણી કરે છે. ✅બાકીની 40 ટકા રકમની ચૂકવણી- પોલિસી હોલ્ડરના 25 વર્ષ પૂરા થતાં તેની ચૂકવણી કરવામાં આવશે. તેની સાથે જ તમામ પ્રકારના મળવા પાત્ર બોનસની પણ ચૂકવણી કરવામાં આવશે. ✅ મેચ્યોરિટી બેનિફિટ - પોલિસી મેચ્યોરિટીનો સમય (વીમાધારકનું પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ ન થવા પર) પોલિસીધારકને વીમા રકમના બાકી બચેલા 40 ટકા બોનસની સાથે મળશે. ✅ ડેથ બેનિફિટ- પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકના મૃત્યુ થવાની સ્થિતિમાં વીમા રકમ ઉપરાંત નિયત સાધારણ બોનસ અને અંતિમ એડિશનલ બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછો નહીં હોય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
26
7