AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 15 રુપિયાના ખર્ચમાં શરુ કરો ખેતી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
માત્ર 15 રુપિયાના ખર્ચમાં શરુ કરો ખેતી
🍄હાલ દેશના ખેડૂતો ટેક્નોલોજીની મદદથી વિવિધ પ્રકારની ખેતી કરીને વધુ નફો મેળવવામાં રસ દાખવી રહ્યા છે. જેને લઈને છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધ્યો છે. જોકે મશરૂમની ઘણી જાતો છે, પરંતુ ભારતમાં ઉગાડવામાં આવતા મિલ્કી મશરૂમની ખેતીથી ખેડૂતો સારો નફો કમાઈ શકે છે. બટન મશરૂમ પછી મિલ્કી મશરૂમની જાત ભારતમાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ કેલોસિબિન્ડિકા છે અને તેને સામાન્ય રીતે મિલ્કી મશરૂમ કહેવામાં આવે છે. 🍄મિલ્કી મશરૂમ દેખાવમાં બટન મશરૂમ જેવું જ છે, પરંતુ તેનું થડ લાંબું, ભારે અને જાડું હોય છે. મિલ્કી મશરૂમ વિટામિન, પ્રોટીન અને ઘણા ખનિજો ધરાવે છે. મિલ્કી મશરૂમ એક એવો પાક છે, જે ઓછી જગ્યામાં અને ઓછા ખર્ચે વધુ નફો આપે છે. મશરૂમની આ જાતને લાંબા સમય સુધી સંગ્રહિત પણ કરી શકાય છે. 🍄ખેતી માટે યોગ્ય આબોહવા મશરૂમને ઊંચા તાપમાનની જરૂર પડે છે. તેથી જ્યાં તાપમાન વધુ હોય ત્યાં જ તેની ખેતી કરવી જોઈએ. તેની ખેતીમાં ફૂગના પ્રસાર અને બીજ ઉગાડવા માટે 25-35 ડિગ્રી તાપમાન અને 80-90 ટકા ભેજ જરૂરી છે. મશરૂમ્સ માટે કેસિંગ લેયર નાંખવા માટે અને ઉત્પાદન કરવા માટે 30થી 35 ડિગ્રી તાપમાન અને 80થી 90 ભેજ હોવો જોઈએ. ઊંચા તાપમાને મિલ્કી મશરૂમની ઉપજ ઘણી સારી મળે છે. આ માટે 38થી 40 ડિગ્રી વચ્ચેનું તાપમાન શ્રેષ્ઠ છે. 🍄સ્વચ્છતાનું રાખો ખાસ ધ્યાન ઢીંગરી મશરૂમની જેમ મિલ્કી મશરૂમ પણ વિવિધ પ્રકારના પાકોના અવશેષો પર સરળતાથી ઉગાડી શકાય છે. તે પરાળ, જુવાર, શેરડીના કૂચા, બાજરી અને મકાઈનું પરાળ જેવા પાકના અવશેષોમાં ઉગાડી શકાય છે. જોકે, આ બધું ભીનું ન હોવું જોઈએ. સૂકા અવશેષો પર જ તેની ખેતી કરવી જોઈએ. મિલ્કી મશરૂમની ખેતીમાં ભૂસું અથવા પરાળનો વ્યાપક ઉપયોગ થાય છે. મિલ્કી મશરૂમના ઉત્પાદન રૂમમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. 🍄માત્ર 15 રૂપિયાથી શરુ કરો ખેતી જ્યારે મિલ્કી મશરૂમ પર બનેલી કેપ 5થી 6 સેમી જાડી થઈ જાય, ત્યારે તેને ફેરવીને તોડી નાંખો. આ સિવાય માટી લાગેલો દાંડીનો નીચેનો ભાગ તોડી લો અને તેને પોલીથીન બેગમાં પેક કરી તેમાં 4-5 કાણાં પાડો. જણાવી દઈએ કે, 1 કિલો સૂકા ભૂસાવાળી બેગમાં 1 કિલો તાજા મશરૂમ્સનું ઉત્પાદન મળી શકે છે. મિલ્કી મશરૂમની ખેતીનો પ્રતિ કિલોગ્રામ ખર્ચ રૂ. 10થી રૂ. 15 સુધી થાય છે. તો મશરૂમનો બજારભાવ 150થી 250 રૂપિયા પ્રતિ કિલો હોય છે. આમ ખેડૂતો ઓછા ખર્ચે ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
0
અન્ય લેખો