AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 130 રૂપિયા જમા કરશો તો દીકરીના લગ્નમાં મળશે 27 લાખ રૂપિયા !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
માત્ર 130 રૂપિયા જમા કરશો તો દીકરીના લગ્નમાં મળશે 27 લાખ રૂપિયા !
👉 સારી ઈન્વેસ્ટમેન્ટ પોલિસીનું પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી દીકરીના ભણતર અને લગ્નમાં કોઈ અડચણ ન આવે. આ જ કારણથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. એવામાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ દીકરીઓને ધ્યાનમાં રાખીને એક ખાસ યોજના બનાવી છે. તેનું નામ એલઆઈસી કન્યાદાન પોલિસી છે. એલઆઈસીની આ યોજના ઓછી આવકવાળા માતાપિતાને તેમની દીકરીના લગ્ન માટે પૈસા એકઠાં કરવામાં મદદ કરે છે. કન્યાદાન પોલિસી: 👉 એલઆઈસી કન્યાદાન પોલિસી હેઠળ, રોકાણકારે દરરોજ 130 રૂપિયા (વાર્ષિક 47,450 રૂપિયા) જમા કરાવવાના હોય છે. પોલિસી અવધિના 3 વર્ષથી ઓછા સમય માટે પ્રીમિયમ ચૂકવવામાં આવશે. 25 વર્ષ પછી એલઆઈસી તેને લગભગ 27 લાખ રૂપિયા ચૂકવશે. એલઆઈસી કન્યાદાન પોલિસીમાં નોંધણી માટે રોકાણકારની લઘુત્તમ વય 30 વર્ષ અને રોકાણકારની દીકરીની લઘુત્તમ વય 1 વર્ષ હોવી જોઈએ. 👉 આ પોલિસીનો મિનિમમ મેચ્યોરિટી પીરિયડ 13 વર્ષ છે. જો વીમો લેનાર વ્યક્તિનું કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો તે વ્યક્તિને એલઆઈસીની તરફથી વધારાના 5 લાખ રૂપિયા ચુકવવા પડશે. જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાનો વીમો લે છે, તો તેને 22 વર્ષ માટે માસિક હપ્તા 1,951 ચૂકવવા પડશે. સમય પૂરો થતાં એલઆઈસી પાસેથી 13.37 લાખ રૂપિયા પ્રાપ્ત થશે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ 10 લાખનો વીમો લે છે, તો તેણે દર મહિને 3901 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે. એલઆઈસી. દ્વારા 25 વર્ષ બાદ 26.75 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. ટેક્સમાં છૂટ મળશે 👉 આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80સી હેઠળ રોકાણકાર ચૂકવેલ પ્રીમિયમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. ટેક્સ છૂટ મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધીની છે. તમને જણાવી દઈએ કે આ યોજના માટે અરજી કરવા માટે, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, જન્મ પ્રમાણપત્ર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો આવશ્યક છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
8
અન્ય લેખો