AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 12 રૂપિયા પ્રીમિયમ માં મેળવો 2 લાખ સુધીનો વીમો !
યોજના અને સબસીડીGSTV
માત્ર 12 રૂપિયા પ્રીમિયમ માં મેળવો 2 લાખ સુધીનો વીમો !
ભવિષ્યમાં થનારી મુશ્કેલીમાં પરિવારને સુરક્ષિત રાખવા માટે ઇન્શ્યોરન્સ કરાવવું ખુબ જરૂરી છે, પરંતુ ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ ભરવું મુશ્કેલ છે. એવામાં લોકોની મદદ માટે સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચલાવી રહી છે. જેમાં તમને વાર્ષિક માત્ર 12 રૂપિયા પ્રીમિયમ ભરી 2 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ ક્લેમ કરી શકે છે. આ એક્સીડંટ ઇન્શ્યોરન્સ સ્કીમ અન્ય પોલિસીના મુકાબલે ખુબ સસ્તી છે. સરકારે કમજોર વર્ગના લોકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે તેમજ એમના ના રહેવા પર મદદ માટે આ યોજનાને વર્ષ 2015માં શરુ કરી હતી. તો શું આ પોલિસી અને કેવી રીતે એનો લાભ લેવો એના અંગે જાણો તમામ ડીટેલ. દુર્ઘટનાથી લઇ મૃત્યુ સુધી મળે છે ક્લેમ પીએમ સુરક્ષા વિમાં યોજના હેઠળ વીમાધારકોની કોઈ ઘટનામાં મૃત્યુ થઇ જાય છે તો એના પરિવારવાળા તેમજ નોમિનીને બે લાખ રૂપિયા સુધી મળશે. ત્યાં જ દુર્ઘટના દરમિયાન જો વ્યક્તિ આંશિક રૂપથી વિકલાંગ હોય છે તો એને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જયારે પુરી રીતે અક્ષમ હોવા પોર પણ એમને બે લાખ રૂપિયા આપવામાં આવશે. કોણ લઈ શકે છે પોલિસી 18 થી 70 વર્ષની વયના લોકો આ પોલિસીનો લાભ લઈ શકે છે. આમાં, વીમાધારકનાં બેંક ખાતામાંથી દર વર્ષે આપમેળે 12 રૂપિયાનું પ્રીમિયમ કાપવામાં આવે છે. જો તમે આ પોલિસીને સમર્પિત કરવા માંગતા છો તો પછી જે બેંકમાં ખાતું છે તે બેંકમાં એપ્લિકેશન આપીને તમે તેને બંધ કરી શકો છો. કેવી રીતે અરજી કરવી પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ અરજી કરવા માટે પોલિસી ધારક પાસે સક્રિય બચત બેંક ખાતું હોવું જોઈએ. આધારકાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત છે. એપ્લિકેશન માટેની યોજનાનું ફોર્મ ભરો, તેમજ આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક, વયનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્રની ફોટોકોપી બનાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખો. વિગતવાર માહિતી માટે તમે https://jansuraksha.gov.in/ Forms-PMSBY.aspx વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
7
અન્ય લેખો