AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 100 રૂપિયાના પ્રી. પર મળશે રૂ. 75 હજારનું ઇન્શ્યોરન્સ, જાણો અન્ય ફાયદાઓ !
યોજના અને સબસીડીGSTV
માત્ર 100 રૂપિયાના પ્રી. પર મળશે રૂ. 75 હજારનું ઇન્શ્યોરન્સ, જાણો અન્ય ફાયદાઓ !
👉 કોરોના વાયરસ મહામારી બાદ લોકો પોતાની હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સને લઇને હવે એલર્ટ થઇ ગયા છે. એટલે સુધી કે કેન્દ્ર સરકાર પણ સામાન્ય જનતાને હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવવામાં સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય જનતાના દાયરામાં એવા લોકોનો સમાવેશ થાય છે કે, જેઓ સંભવિત રીતે સંગઠિત ક્ષેત્રમાં રોજગાર નથી. આ પ્રકારના લોકો માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ‘આમ આદમી વીમા યોજના’ પેશ કરે છે. તેમાં એક્સિડેન્ટલ ડેથ કવરેજ સિવાય લાઇફ-ટાઇમ પોલિસીની પણ સુવિધા મળે છે. 👉 LIC ની ‘આમ આદમી’ પોલિસી અંતર્ગત ઇન્શ્યોર્ડ વ્યક્તિના પ્રાકૃતિક મૃત્યુ પર 30,000 રૂપિયાનું પોલિસી કવર મળે છે. આ લાભ પોલિસીના ગાળા દરમ્યાન થયેલા મૃત્યુ પર મળશે. આનો અર્થ એ થયો કે, જો કોઇ વ્યક્તિ આ પોલિસીનો લાભ લઇ રહ્યો છે અને આ દરમ્યાન તેનું જો મોત થઇ જાય છે તો નોમિનીને 30,000 રૂપિયા મળી જશે. આ સિવાય, આ LIC પોલિસી દુર્ઘટનાના કારણે થનારા મૃત્યુ અથવા વિકલાંગતાની સ્થિતિમાં પણ લાભ આપશે. 👉 વિકલાંગતાની સ્થિતિમાં પોલિસીધારકને મળશે રૂપિયા 37,500 LIC ‘આમ આદમી બીમા યોજના’ અંતર્ગત વિકલાંગતાની સ્થિતિમાં પોલિસીધારકને 37,500 રૂપિયા મળશે. દુર્ઘટનામાં મૃત્યુ થવા પર નોમિનીને આ પોલિસી અંતર્ગત 75,000 રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળી શકશે. 👉 હકીકતમાં, LIC ‘આમ આદમી વીમા યોજના’ ની બે સોશિયલ સ્કીમ્સને મિલાવીને બનાવવામાં આવેલ છે. આ ‘આમ આદમી વીમા યોજના’ અને જનશ્રી વીમા યોજના છે. આ યોજનાને લૉન્ચ કરવામાં આવી જેથી ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ વર્ગને આનો લાભ મળી શકે. આ સ્કીમ અંતર્ગત ઘરમાં કમાણી કરનારા વ્યક્તિને આનું કવર મળી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ સ્કીમના પ્રીમિયમની ચૂકવણી મળીને કરે છે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
47
11