AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 10 હજાર રૂપિયા લગાવી મેળવો 16 લાખ રૂપિયા, જબરદસ્ત છે આ સ્કીમ !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
માત્ર 10 હજાર રૂપિયા લગાવી મેળવો 16 લાખ રૂપિયા, જબરદસ્ત છે આ સ્કીમ !
👉 પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં તમને વધુ સારું રિટર્ન પણ મળે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ વધુ સારી હોય છે. તેમાં ઓછાં રોકાણ સાથે સારી કમાણી કરી શકાય છે. પોસ્ટ ઓફિસની એવી જ એક બેસ્ટ સ્કીમ છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ. ચાલો જાણીએ તેના વિશે. આ સ્કીમ દ્વારા તમે ખૂબ ઓછી રકમના રોકાણથી શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત તેમાં તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. આમાં તમે 100 રૂપિયા મહિને રોકાણ કરી શકો છો. વધુ રોકાણ માટે કોઈ લિમિટ નથી. તમે તમારી ઈચ્છા મુજબ રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ RD ડિપોઝીટ અકાઉન્ટ વધુ વ્યાજ દર સાથે નાના હપ્તા જમા કરવાવની એક સરકારની ગેરંટીડ યોજના છે. 👉 કેટલું વ્યાજ મળશે? પોસ્ટ ઓફિસમાં જે RD એકાઉન્ટ ઓપન થાય છે તે 5 વર્ષ માટે હોય છે. તેને ટૂંકા સમય માટે ખોલવામાં આવતું નથી. દર ત્રિમાસિક અવધિમાં જમા રમક પર વ્યાજનું કેલક્યૂલેશન કરવામાં આવે છે. પછી તેને દરેક ક્વાર્ટરના અંતમાં તમારા અકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જોડવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, RD સ્કીમ પર વર્તમાન સમયમાં 5.8 % વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં પોતાની તમામ સ્મોલ સ્કીમ્સમાં દરેક ક્વાર્ટરમાં વ્યાજની જાહેરાત કરે છે. 👉 10 હજાર રૂપિયાના રોકાણ પર મળશે 16 લાખથી વધુ જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તે પણ 10 વર્ષ માટે તો તમને મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળશે. 👉 RD એકાઉન્ટ અંગે ખાસ વાતો જો તમે સમય પર RDના હપ્તા જમા કરતા નથી તો તમારે ચાર્જ આપવો પડશે. હપ્તામાં લેટ થવા પર તમારે દર મહિને 1 % ચાર્જ આપવો પડશે. સાથે જો તમે સતત 4 હપ્તા જમા ન કર્યા તો એકાઉન્ટ બંધ થઈ જશે. જોકે, અકાઉન્ટ બંધ થવા પર તેને આગામી 2 મહિના માટે ફરીથી એક્ટિવેટ કરી શકાય છે. સંદર્ભ : VTV ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
6
અન્ય લેખો