AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 10 હજાર રૂપિયા લગાવીને મેળવો 16 લાખથી વધુ !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
માત્ર 10 હજાર રૂપિયા લગાવીને મેળવો 16 લાખથી વધુ !
👉 પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (આરડી)એ સારો વિકલ્પ છે. આમાં ગેરેન્ટેડ રિટર્ન સાથે પૈસા 100 ટકા સુરક્ષિત રહે છે. આમાં મિનિમમ 100 રૂપિયાની રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે. સાથે જ, જો તમે એક મહિનામાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમે 16 લાખથી વધુ મેળવી શકો છો. 👉 રિકરિંગ ડિપોઝિટમાં થોડી બચત સાથે, તમે લાખોનું ફંડ જમા કરી શકો છો. આ યોજનામાં દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરવાના હોય છે. જમા રકમ 10 રૂપિયાના ગુણાંકમાં હોવી જોઈએ. રોકાણની મહત્તમ મર્યાદા નથી. તેનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષ છે, પરંતુ તમે તેને 5-5 વર્ષ માટે પણ લંબાવી શકો છો. આરડી સ્કીમ સંબંધિત ખાસ બાબતો 👉આરડી યોજના બંને સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટની સુવિધા આપે છે. જોઇન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ 3 પુખ્ત વયના લોકો હોઈ શકે છે. 👉 જો તમે ઇચ્છો તો 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે પણ એકાઉન્ટ ખોલી શકો છો. જોકે, વાલીએ તેને ચલાવવુ પડશે. 👉 આરડીનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ મેચ્યોરિટી પહેલાં અરજી કરીને તે આગામી 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. 👉 આમાં મહિનામાં ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરાવવા પડે છે. જો નિર્ધારિત સમય પર રકમ જમા કરવામાં નહીં આવે તો દર 100 રૂપિયા માટે 1 રૂપિયો દંડ વસૂલવામાં આવશે. 👉 તેમાં ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પછી પ્રી-મેચ્યોર ક્લોઝર કરવાની સુવિધા પણ છે. 👉 આરડીમાં આપવામાં આવતા વ્યાજ દર ત્રિમાસિક ધોરણે બદલાય છે. 👉 પોસ્ટ ઓફિસનું આરડી એકાઉન્ટ એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરી શકાય છે. 👉 જો તમારે લોન લેવી હોય તો આ સુવિધા આરડી પર પણ ઉપલબ્ધ છે. એક વર્ષ પછી, તમે ડિપોઝિટની રકમના 50 ટકા સુધી લોન લઈ શકો છો. મેચ્યોરિટી પર કેટલા રૂપિયા મળશે 👉 જો કોઈ રોકાણકાર દર મહિને 10,000 રૂપિયા આરડીમાં જમા કરે છે અને જો તે 10 વર્ષ માટે કરવામાં આવે છે તો તે કુલ 12 લાખ રૂપિયા જમા કરે છે, કેમ કે હાલમાં તેને વાર્ષિક 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. વ્યાજનું કમ્પાઉન્ડિંગ ત્રિમાસિક કરવામાં આવે છે. જેથી તમને મેચ્યોરિટી પર લગભગ 16.28 લાખ રૂપિયા મળશે. એટલે કે, તમને 4.28લાખનો ફાયદો થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Teach Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો