AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર 1 રૂપિયામાં 2 લાખની સુવિધા, જાણો વિગતો !
યોજના અને સબસીડીઝી ન્યુઝ
માત્ર 1 રૂપિયામાં 2 લાખની સુવિધા, જાણો વિગતો !
💥 કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસો માટે અનેક ફાયદાકરક યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ આવી જ એક સુપરહિટ યોજના છે. જે હેઠળ દર મહિને બસ એક રૂપિયો એટલે કે આખા વર્ષમાં ફક્ત 12 રૂપિયા જમા કરીને તમે 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ મેળવી શકો છો. આ યોજના ખુબ ઓછા પ્રીમીયમમાં જીવન વીમો આપે છે. 💥 મે મહિનામાં પ્રીમીયમ: થોડા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ખુબ ઓછા પ્રીમીયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમીયમ બસ 12 રૂપિયા જ છે. મે મહિનાના અંતમાં તેનું પ્રીમીયમ ભરવાનું હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તમારા બેંક ખાતામાંથી 31મી મેના રોજ આ રકમ જાતે જ કપાઈ જાય છે. આથી ધ્યાનમાં રાખજો કે જો તમે PMSBY નો લાભ લેતા હોવ તો તમારું બેંક એકાઉન્ટ મે મહિનાની 31મી તારીખે ખાલી ન રાખતા. 💥 PMSBY યોજનાના નિયમ અને શરતો: PMSBY યોજનાના લાભ(PMSBY Scheme Benefits) માટે કેટલીક શરતો અપાઈ છે. તેનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા છે એટલે કે મહિનાનું એક રૂપિયો. PMSBY પોલીસીનું પ્રીમીયમ સીધુ જ બેંક એકાઉન્ટમાંથી કપાય છે. આથી બેંકમાં બેલેન્સ રાખવું. આ ઉપરાંત પોલીસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ વીમો ખરીદનારા ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ થવા પર કે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયા રકમ તેના આશ્રિતને અપાય છે. 💥 રજિસ્ટ્રેશનની પ્રક્રિયા: આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંક શાખામાં જઈને પોલીસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ PMSBY યોજનાને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. આ માટે તમે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ અને અનેક ખાનગી વીમા કંપનીઓ પણ આ પ્લાન વેચે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
26
10
અન્ય લેખો