AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર રૂ. 5000 નું રોકાણ કરી પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ કરો કમાણી !
બિઝનેસ ફંડાન્યૂઝ18 ગુજરાતી
માત્ર રૂ. 5000 નું રોકાણ કરી પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ કરો કમાણી !
તમે પોસ્ટ ઓફિસના માધ્યમથી તમે પૈસા કમાઇ શકો છો. આ માટે તમારે માત્ર પાંચ હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. ત્યારબાદ તમે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ દ્વારા ફ્રેન્ચાઇઝી આપવામાં આવી રહી છે. એટલે કે, તમે પોસ્ટ ઓફિસ ખોલીને પૈસા કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. એક ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે. જ્યારે બીજી ફ્રેન્ચાઇઝી પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇજી છે. તમે આમાંથી કોઈ પણ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. જે એજન્ટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી ધરે ઘરે પહોંચાડે છે તેને પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝી કહેવાય છે. કોણ કોણ લઈ શકે ફ્રેન્ચાઇઝી? ▪️ 18 વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ. ▪️ વ્યક્તિ ભારતીય નાગરીક હોવો જોઈએ. ▪️ માન્યતા ધરાવતી સ્કૂલનું ધો. 8 પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ▪️ અરજી કરવા સૌપ્રથમ ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે ▪️ પસંદગી પામો તો ઇન્ડિયા પોસ્ટ સાથે MoU કરવા પડશે રૂ. 5000નો થશે ખર્ચ: આ ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે રૂપિયા પાંચ હજારનો ખર્ચ કરવો પડશે. ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ તમે કમિશનના માધ્યમથી કમાણી કરી શકો છો. તમે કેટલું કમાઓ છો, તે તમારા કામ પર નિર્ભર કરે છે. સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો: આ સિવાય ફ્રેન્ચાઇઝી માટે તમારે પોસ્ટ ઓફીસની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લો. ફક્ત સત્તાવાર સાઇટથી જ અરજી કરવી જોઈએ. તમે અરજી કરવા માટે સત્તાવાર લિંક (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) પર જઈ શકો છો. જ્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તેનાથી તમે ફ્રેન્ચાઇજી માટે અરજી કરી શકો છો. જે લોકો સિલેક્ટ થશે તેને પોસ્ટ સાથે MoU સાઈન કરવા પડશે. ત્યારબાદ તે ગ્રાહક સુવિધા આપી શકે છે. કેવી રીતે થાય છે કમાણી: પોસ્ટ ઓફીસ ફ્રેન્ચાઇઝીની કમાણી કમિશનના આધારે થાય છે. આ માટે પોસ્ટ ઓફિસ તરફથી પ્રોડક્ટ અને સેવાઓ આપવામાં આવે છે. તેના પર કમિશન આપવામાં આવે છે. MoUમાં કમિશન અગાઉથી નક્કી કરવમાં આવે છે. કેટલું કમિશન અપાય છે? ▪️ રજીસ્ટર્ડ આર્ટિકલના બુકિંગ માટે રૂ. 3 ▪️ સ્પીડ પોસ્ટ આર્ટીકલ બુક કરવા પર રૂ. ૫ ▪️ રૂ. 100થી 200ના મની ઓર્ડર બુકિંગ પર રૂ. 3.50 ▪️ રૂ. 200થી વધુના મની ઓર્ડર પર રૂ. ૫ ▪️ દર મહિને રજિસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુ બુકિંગ પર 20% વધુ કમિશન ▪️પોસ્ટેજ સ્ટેમ્પ્સ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ઓર્ડર ફોર્મ્સના વેચાણ પર સેલ એમાઉન્ટ પર 5% ▪️રેવન્યુ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રુટમેન્ટના સ્ટેમ્પના વેચાણ સહિત રિટેઇલ સર્વિસ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થયેલી આવકના 40 ટકા 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.▪️
18
7