AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર ૧૦ રૂ.મળશે બલ્બ !!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
માત્ર ૧૦ રૂ.મળશે બલ્બ !!
💡ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ઊર્જા બચત માટે એલઇડી બલ્બનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી ઉજાલા યોજના શરૂ કરી છે. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતલક્ષી યોજના બહાર પાડેલ છે. કેન્દ્ર સરકારની ઉજાલા યોજના અંતર્ગત ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 👉પ્રધાનમંત્રી ગ્રામીણ ઉજાલા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના પરિવારોને પ્રત્યેક રૂ.૧૦માં LED બલ્બનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ દરેક પરિવારને લગભગ ત્રણથી ચાર LED બલ્બ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામીણ ઉજાલા યોજના ૨૦૨૨ અન્‍વયે, જાહેર ક્ષેત્રની ઉર્જા કાર્યક્ષમતા સેવાઓ લિમિટેડ દ્વારા આવતા મહિને વારાણસી સહિત દેશના પાંચ શહેરોના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. એપ્રિલ સુધીમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. 👉અરજદારની પાત્રતા : - ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. - ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.. - ગુજરાત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકો આ ઉજાલા ગુજરાત યોજના માટે પાત્ર છે. 👉જરૂરી દસ્તાવેજો : આધાર કાર્ડ, માસિક વીજળી બિલ, છેલ્લે ચૂકવેલ વીજ બિલ અને તેની ફોટોકોપી., ફોટો આઈડી પ્રૂફ રહેઠાણનો પુરાવો પ્રમાણપત્ર – જે વીજળીના બિલમાં દર્શાવેલ સરનામું હોવું આવશ્યક છે. ચૂકવેલ રકમની વિગતો અને જો બલ્બની કિંમત ખરીદી સમયે ચૂકવી શકાતી નથી તો બાકીની રકમ – જે વીજ બિલમાં સાપ્તાહિક ઉમેરવામાં આવશે. 👉આ વેબસાઈટ પરથી અરજી કરી શકો છો : http://ujala.gov.in/ સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
47
7
અન્ય લેખો