AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
માત્ર ખોરાક જ નહી વીજળી પણ મેળશે
બેટર ઇન્ડિયાએગ્રોસ્ટાર
માત્ર ખોરાક જ નહી વીજળી પણ મેળશે
🥔બટાકાએ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું શાક છે. નવાઇની વાત તો એ છે કે કંદમૂળ શાકોમાં રાજા ગણાતા બટાકાનો ઉપયોગ વીજળી ઉત્પાદન કરવામાં પણ થઇ શકે છે. વીજળી ઉત્પાદનના પડકારો વધતા જાય છે ત્યાર ઇઝરાયલની હિબુ્ યુનિવર્સિટીના પ્રોફેસર રાબિનોવીચ અને તેમના સહયોગીઓ ઘણા વર્ષોથી બટાકામાંથી વીજળી પેદા કરવાના પ્રયોગો કર્યા છે. પ્રયોગોના પરીણામો મુજબ નાના કસ્બાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ૧ બટાકામાંથી ૪૦ દિવસ એલઇડી બલ્બ પ્રકાશ આપી શકે છે. સસ્તી ધાતુના પ્લેટસ,વાયરને બટાકા અને બલ્બ સાથે ખાસ રીતે જોડવાથી વીજળી મળે છે. 🥔એક માહિતી મુજબ વિશ્વના ૧ અબજથી પણ વધુ લોકોને પુરતી વીજળી મળતી નથી ત્યારે વીજળી પેદા કરવાના આવા વૈકલ્પિક પ્રયોગનું મહત્વ વધી જાય છે. જો કે બટાકામાંથી વીજળી મેળવવાના આ સિધ્ધાંત પરંપરાગત છે તેમાં ખાસ નવું નથી.ધાતુની બે પટ્ટી જેમાં ઝિંક પ્રકારનો નેગેટિવ ઇલેકટ્રોડ જયારે પોઝિટિવ ઇલેકટ્રોડ તરીકે કોપર કે તાંબાનો ઉપયોગ થાય છે. આથી બટાકાની અંદર રહેલા એસિડ ઝિંક અને તાંબા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરે છે. 🥔જયારે ઇલેકટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે ત્યારે ઉર્જા પેદા થાય છે.અહીં એક વાત એ પણ સમજવી જરુરી છે કે જે ઉર્જા પેદા થાય છે તે બટાકામાંથી નહી પરંતુ ઝિંકના ઘસાવાથી થાય છે. આથી ઝિંક ઘસાઇ જાય પછી તેને બીજી વાર પણ લગાડવું પડે છે.જો કે એક બટાકામાં ઝિંક ઇલેકટ્રોડ ચાર થી પાંચ મહિના સુધી ચાલે છે. બીજી રાહતની વાત એ છે કે ઝિંક સરળતાથી મળી રહે છે.તેની કિંમત એક લીટર કેરોસિન કરતા વધારે નથી. ઝિંકની અવેજીમાં મેગ્નેશિયમ કે લોખંડનો પણ ઉપયોગ કરી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
6