ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી VTV Gujarati News
માઠા સમાચાર : કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી !
👉 ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 18-19 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા હળવો વરસાદ વરસી શકે છે. 👉 ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્ક્યૂલેશન સર્જાતા 19 ફેબ્રુઆરીએ હળવો વરસાદ વરસી શકે છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 👉 તાપમાનઃ આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે બાદમાં ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થઇ શકે છે. 👉 આ વિસ્તારમાં પડી શકે વરસાદ: ગુજરાતના વલસાડ, તાપી, સાપુતારા, નર્મદા, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
66
13
સંબંધિત લેખ