AgroStar
મહિલાઓ ,માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર આપશે ૬૦૦૦ રૂપિયા !!
સમાચારએગ્રોસ્ટાર
મહિલાઓ ,માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર આપશે ૬૦૦૦ રૂપિયા !!
📢મહિલાઓ માટે સારા સમાચાર! કેન્દ્ર સરકાર આપશે પૂરા 6000 રૂપિયા, જાણો કોના ખાતામાં આવશે પૈસા? 👉પીએમ માતૃત્વ વંદના યોજના: ખેડૂતો ઉપરાંત સરકાર મહિલાઓને પણ ૬૦૦૦ રૂપિયાની રકમ આપે છે. આ યોજનાનું નામ પીએમ માતૃત્વ વંદના યોજના છે.પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના ૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. 👉આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તેમને ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા 3 તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં રૂ. ૧૦૦૦, બીજા તબક્કામાં રૂ. ૨૦૦૦ અને ત્રીજા તબક્કામાં રૂ. ૨૦૦૦ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે, સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને ૧૦૦૦ રૂપિયા આપે છે. 👉આ યોજના વિશે વધુ માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ની મુલાકાત લઈ શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
6
અન્ય લેખો