AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 મહિન્દ્રા લાવ્યું નવું CNG ટ્રેક્ટર
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર
મહિન્દ્રા લાવ્યું નવું CNG ટ્રેક્ટર
🚜દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે.ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી મોટી બચત થશે કારણ કે CNG પર ટ્રેક્ટર ચલાવવાથી ડીઝલની સરખામણીમાં ઓછો ખર્ચ થશે. 🚜મહિન્દ્રાના CNG ટ્રેક્ટરમાં 200-બાર પ્રેશર પર 45 લિટરની ક્ષમતાની ચાર ટાંકી અથવા 24 કિલો ગેસ ભરવાની ક્ષમતા છે. કંપની દાવો કરે છે કે ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં પ્રતિ કલાક 100 રૂપિયાની બચત થાય છે. 🚜જો આમ થશે તો ખેડૂતોના કૃષિ ખર્ચમાં ઘટાડો કરવામાં ઘણી મદદ મળશે. ઉપરાંત આ સીએનજી ટ્રેક્ટર પર્યાવરણના હિતમાં પણ છે. તમને જણાવી દઈએ કે ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં CNG ટ્રેક્ટર ઉત્સર્જનમાં લગભગ 70% ઘટાડો કરશે. 🚜આ ટ્રેક્ટર એન્જીન વાઇબ્રેશનમાં ઘટાડો થવાને કારણે અવાજના સ્તરમાં ઘટાડો કરવામાં પણ યોગદાન આપે છે, જે ડીઝલ ટ્રેક્ટર કરતા 3.5dB ઓછું છે. આનાથી અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. 🚜ટેક્નોલોજીના સ્તરે આ ટ્રેક્ટરને ઉત્તમ બનાવવામાં આવ્યું છે. આ ટ્રેક્ટરનું એન્જિન પણ વધુ મજબૂત અને ટકાઉ છે. આ ટ્રેક્ટર કૃષિ અને બિનખેતી બંને કામો માટે યોગ્ય સાબિત થઈ શકે છે. CNG ઇંધણ પર ચાલતું આ ટ્રેક્ટર હાલના ડીઝલ ટ્રેક્ટરની જેમ કૃષિ અને પરિવહનનું કાર્ય કરી શકે છે. 🚜મહિન્દ્રાએ બજારમાં CNG ટ્રેક્ટરની જરૂરિયાતનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી CNG ટ્રેક્ટર લોન્ચ કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે નવા મહિન્દ્રા CNG ટ્રેક્ટરને ચેન્નઈની મહિન્દ્રા રિસર્ચ વેલીમાં બનાવી અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે ડીઝલ-સંચાલિત ટ્રેક્ટરની સમકક્ષ શક્તિ અને કામગીરી પ્રદાન કરે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર
36
3
અન્ય લેખો