AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મહિન્દ્રા લાવી રહ્યું છે અનોખું ટ્રેક્ટર, ખેડૂતોને થશે ફાયદો જ ફાયદો !
કૃષિ માં નવી શોધએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મહિન્દ્રા લાવી રહ્યું છે અનોખું ટ્રેક્ટર, ખેડૂતોને થશે ફાયદો જ ફાયદો !
🚜 અત્યારે તમે જે વાહન જોઈ રહ્યા છો તે ચંદ્ર રોવર નથી, પરંતુ મહિન્દ્રાનું ટ્રેક્ટર છે. વાસ્તવમાં આ ટ્રેક્ટર પીનઈફરીના દ્વારા બનાવવામાં આવ્યું છે જે મહિન્દ્રાની માલિકીની કંપની છે. ખૂબ જ આધુનિક ટ્રેક્ટર બનાવવા ઉપરાંત પિનઈફરીના પણ શાનદાર કાર બનાવે છે. આ ટ્રેક્ટરનું નામ સ્ટ્રેડલ છે.અને આ એક કોન્સેપ્ટ ટ્રેક્ટર છે જેને વાઈનયાર્ડ માટે તૈયાર કરવામાં આવ્યું છે. શાનદાર અને આધુનિક કેબિન : 🚜 સ્ટ્રેડલ કોન્સેપ્ટ ટ્રેક્ટરની ડિઝાઇન જોવા લાયક છે. અને તે અદભૂત દેખાય છે. કેબિન ગોળાકાર કાચના ભાગથી ઘેરાયેલું છે જે અમુક સ્પોર્ટ્સકારથી પ્રેરિત હોય તેવું લાગે છે. કેબિન એકદમ સરળ છે પરંતુ તેને ખૂબ જ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સ્ટિયરિંગ એક જ ફ્રેમ પર લગાવવામાં આવ્યું છે અને સીટ ખૂબ આરામદાયક લાગે છે. આગળની કાચની બારીમાંથી આખું આગળનું દૃશ્ય દેખાય છે. ટેકનિકલ વિગતો હજુ બહાર આવી નથી 🚜 ટ્રેક્ટર પર ચઢવા માટે ઘણી મેટલ પ્લેટ લગાવવામાં આવી છે. હાલમાં, આ ટ્રેક્ટર કન્સેપ્ટ સ્ટેજમાં છે પરંતુ દેખાવમાં તેનો કોઈ જવાબ નથી. તેની તકનીકી વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જોકે ન્યૂ હોલેન્ડે પુષ્ટિ કરી છે કે નવું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે અને તે ખૂબ શક્તિશાળી હોવાની અપેક્ષા છે. ખેડૂત મિત્રો, તમે આ ટ્રેક્ટર ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ? સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
40
9